પાણી ભરેલા વાસણને મ્યુઝિકનો માધ્યમ તરીકે ઉપયોગ કરી ધુન બનાવી

સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટના સ્ટુડન્ટ સુક્રિત શેન હેરિટેજ વૉક અને મ્યુઝિક શો કરે છે

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
પાણી ભરેલા વાસણને મ્યુઝિકનો માધ્યમ તરીકે ઉપયોગ કરી ધુન બનાવી 1 - image


હેરિટેજ એટલે સામાન્ય સમજ મુજબ ઇમારતો અને મહેલ જ હોય છે. પરંતુ ફૂડ અને મ્યુઝિક જેવા તત્વોનો સમાવેશ પણ હેરિટેજમાં કરી થાય છે. હેરિટેજ ફૂડ અને મ્યુઝિકને એક્સપ્લોર કરવા માટે હેરિટેજ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ સુક્રિત શેન દ્વારા હેરિટેજ ફૂડ વૉક અને મ્યુઝિક શો કરે છે. સુક્રિત શેન છેલ્લા સાત મહિનાથી અમદાવાદમાં રહે છે અને હેરિટેજ વૉક દ્વારા હેરિટેજ ફૂડની જાણકારી લોકો સુધી પહોચાડે છે. તેવી જ રીતે મ્યુઝિકને દ્વારા પણ લોકોનું મનોરંજન પુરૃ પાડે છે. મ્યુઝિકમાં ઇનોવેશન કરવા માટે પાણી ભરેલા વાસણો દ્વારા પણ મ્યુઝિકની ધુન બનાવે છે. વોટર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તેમણે એનઆઇડી, આઇઆઇટી, શ્રેયસ સ્કૂલ ખાતે પણ પરફોર્મન્સ આપ્યું છે.

મ્યુઝિક શોખ છે, તેથી પ્રયોગો કરૃ છું

ુહું આર્કિટેક્ટ અને હેરિટેજ ફિલ્ડ સાથે જોડાયેલો છું, હેરિટેજ વૉકમાં લોકોને સંપુર્ણ ઇતિહાસની જાણકારી મળે તે બાબતનું ધ્યાન રાખું છું. મ્યુઝિક મારો શોખ હોવાથી તેમાં નવા પ્રયોગો કરૃ છું. ઉપરાંત લોકોને પણ પાણીને મ્યુઝિકના માધ્યમ તરીકે સાંભળીને મજા આવે છે. હેરિટેજમાં મ્યુઝિકને પણ આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભારતીય મ્યુઝિક પ્રણાલી વિશ્વમાં મોટી ઓળખ ધરાવે છે. મ્યુઝિક શો દ્વારા તેને લોકો સુધી પહોચાડવાનું કામ કર્યું છે. - સુક્રિત શેન, સ્ટુડન્ટ

સ્થાપત્યોની જાણકારી પણ અપાય છે

હેરિટેજ વૉક દરમિયાન સુક્રિત શેન અમદાવાદની પોળના પ્રખ્યાત હેરિટેજ ફૂડ વિશેની જાણકારી લોકોને આપે છે. ફૂડ વૉકમાં ફૂડના હેરિટેજ મહત્ત્વ સાથે ક્યાં કારણોરસ આજે પણ માર્કેટમાં તેની વેલ્યુ રહેલી છે તે વિશે માહિતી આપે છે. ઉપરાંત શહેરના વિવિધ હેરિટેજ સ્થળોની જાણકારી પણ હેરિટેજ વૉકમાં મળી રહે છે. હેરિટેજ ઇમારતો, મસ્જિદ, હજીરા અને મહેલ વિશેની જાણકારી વૉકમાં આપવામાં આવે છે.


Google NewsGoogle News