સુપર કોમ્પ્યુટરની બાબતમાં ભારત 74મા સ્થાને છે

જીટીયુ ખાતે નેશનલ સુપર કોમ્પ્યુટીંગ મિશન વિશે વક્તવ્યનું આયોજન કરાયું

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
સુપર કોમ્પ્યુટરની બાબતમાં ભારત 74મા સ્થાને છે 1 - image


જીટીયુ ખાતે નેશનલ સુપર કોમ્પ્યુટીંગ મિશન વિશે વક્તવ્યનું આયોજન કરાયું હતું, જેમાં બેંગ્લોરની જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ સંસ્થાના વૈજ્ઞાનિક, એરોસ્પેસ એન્જિનિયર તથા આઇટીના જાણકાર પ્રો.સુરેશ દેશપાન્ડેએ વાત કરી હતી. દેશપાન્ડેએ કહ્યું કે,  શૈક્ષણિક તેમજ રિસર્ચ જેવી સંસ્થાઓમાં કોમ્પ્યુટરનું મહત્વ વધ્યું છે ત્યારે ૪૫૦૦ કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ મિશન અંતર્ગત શૈક્ષણિક તથા રિસર્ચ સંસ્થાઓને ૭૩ સુપર કોમ્પ્યુટરની ગ્રીડથી જોડવામાં આવશે જેનો સીધોે લાભ મળી રહેશે. ઇસરો અને ડીઆરડીઓના સહયોગથી કાર્યરત થનાર આ કાર્યક્રમ સિમાચિહ્નરૃપ બની રહેશે. હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટરની બાબતમાં  ભારત વિશ્વમાં ૭૪મા સ્થાને છે. આજે વિશ્વમાં ૫૦૦ સુપર કોમ્પ્યુટર છે, ત્યારે આપણા દેશમાં ૯ સુપર કોમ્પ્યુટર છે. દેશને ટેકનોલોજીથી સુપર પાવર બનાવવા માટે સ્ટુડન્ટસે ઇનોવેટિવ અને  આઇડીયા દમદાર પર કામ કરવું જોઇએ. ઇનોવેટિવ આઇડિયા સાથે સંકળાયેલી ટેકનિકલ બાબતો પ્રત્યે વધારે પડતું ધ્યાન આપવાને બદલે તેનો અમલ કેવી રીતે કરવો તેના પર સ્ટુડન્ટસે વધારે ધ્યાન આપવું જોઇએ.

GTUSpeech

Google NewsGoogle News