એક્ટાવિયો પાઝે ભારત અને મેક્સિકોના સંબંધ સિવાય ભારતીય કલ્ચર પર કવિતાઓ લખી હતી
એનઆઇડી ખાતે 'ઇન્ડિયા રીએમ્બર્સમેન્ટ ઓક્ટાવિયો પાઝ' પર પોસ્ટર એક્ઝિબિશન યોજાયું
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન અને એમ્બસી ઓફ મેક્સિકો દ્વારા 'ઇન્ડિયા રીએમ્બર્સમેન્ટ ઓક્ટાવિયો પાઝ'પર પોસ્ટર એક્ઝિબિશન એનઆઇડી પાલડી ખાતે યોજાયું હતું. પ્રદર્શનના વિવિધ આર્ટિસ્ટ દ્વારા મહાન મેક્સિકન કવિ ઓક્ટાવિયો પાઝની કવિતા પર બનાવેલે ૫૦ જેટલા પોસ્ટર રજૂ કર્યા હતા. પોસ્ટર એક્ઝિબિશનમાં એનઆઇડીના ૬ સ્ટુડન્ટે પણ ભાગ લીધો હતો. તેઓએ પણ એક્ટાવિયો પાઝની કવિતાનો સહારો લઇને પોસ્ટર બનાવ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા એમ્બસી ઓફ મેક્સિકોના સાનટીયાગો રુયે કહ્યું કે, ઓક્ટાવિયો પાઝ જ્યારે મેક્સિકો સરકાર વતી ભારતમાં સેવા અર્થે આવ્યા ત્યારે તેમણે ભારત અને મેક્સિકો વચ્ચેના સંબંધો, ભારતીય કલ્ચર અને ભારતના લોકોનું નિરિક્ષણ કરીને કવિતાઓ લખી હતી. તેમની કેટલીક કવિતાઓ પર એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યું છે, એક્ઝિબિશન દ્વારા નવી જનરેશનના લોકોને ઓક્ટાવિયો પાઝ વિશે જાણકારી મળશે.
ઓક્ટાવિયો પાઝની રચનામાં જીવનનો મર્મ
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અર્થ સમજવા મથતા હોય છે, તેના માટે તેઓ ઘણા રસ્તાઓનો સહારો લેતા હોય છે. પરંતુ વ્યક્તિ જ્યારે મૃત્યુની નજીક પહોંચે છે, ત્યારે જ જીવનના સાચા અર્થની જાણકારી મળે છે. તેવી વાત આ પોસ્ટરમાં દર્શાવી છે. ઓક્ટાવિયો પાઝની કવિતામાં ઊંડાણપૂર્વકની સમજુતી આપવામાં આવતી હતી. યસ્વી મોઠ
ઓક્ટાવિયો પાઝે જીવનમાં આવતા ઉતાર ચઢાવ પર કવિતા લખી હતી, અનુવાદન બાદ તેને 'શૂન્યતા' તરીકે ઓળખ મળી છે. મારા પોસ્ટરમાં પણ મેં જીનવની દરેક પરિસ્થિતિને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં રાતનો અંધકાર છે, મ્યુઝિક જેવા જીવનના તરંગો અને તરફ ઉગતો સૂર્ય દર્શાવ્યો છે. પોસ્ટરમાં જીનવની સમજ જોવા મળે છે. વૈભવ
ઓક્ટાવિયો પાઝ દ્વારા ભારત અને મેક્સિકોના સંબંધો પર લખવામાં આવેલી કવિતા પર મેં પોસ્ટર બનાવ્યું છે. પોસ્ટરમાં રહેલા ત્રણ રાઉન્ડ મેક્સિકન ધ્વજના કલર છે, જ્યારે નીચે પુસ્તકમાં રહેલા ત્રણ રંગ ભારતીય ધ્વજના છે. બંને દેશ એક બીજાની સંસ્કૃતિનો સ્વીકાર કરે છે અને સંસ્કૃતિને સન્માન આપે છે. તેવી વાત પોસ્ટર દ્વારા રજૂ કરી છે. નિતિન શર્મા