સંગીત એ વિશ્વની ભાષા બની રહ્યી છે
જે.જી. પરફોર્મિંગ આર્ટ્સમાં 'સન્ધિપ્રકાશ' કાર્યક્રમમાં વિદુષી મંજુબહેન મહેતાએ કહ્યું કે,
જે.જી.કોલેજ
પરફોર્મિંગ આર્ટ્સના મ્યુઝિક વિભાગ દ્વારા 'સન્ધિપ્રકાશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું. કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ દ્વારા હિન્દુસ્તાની ક્લાસિક, સેમી ક્લાસિક અને ઓપેરા સંગીતમાં સ્ટુડન્ટ્સ દ્વારા પરફોર્મન્સ કરવામાં
આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંગીતનાટય અકાદમીના મેમ્બર સેક્રેટરી ચીફ
ગેસ્ટ તરીકે પી.જી.પટેલે અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિદુષી મંજુબહેન મહેતા ખાસ
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદુષી મંજુબહેન મહેતાએ વાત કરતાં કહ્યું કે,
શાસ્ત્રીય સંગીત શીખવા માટે સમય આપવો જરૃરી છે. સંગીત વ્યકિતને નવી
ઉર્જા આપી શકે છે. સંગીત એ સમગ્ર વિશ્વની ભાષા બની રહ્યું છે. સંગીતમાં સાત શુદ્ધ
અને પાંચ વિકૃત સ્વર એમ 12 સ્વર છે પરંતુ આ 12 સ્વર એ દરેક પ્રકારના સંગીતના મૂળ
સ્વરો છે. સંગીતમાં ગાવા કરતાં સંગીત શીખવવું ખૂબ અઘરું છે. કાર્યક્રમમાં 'થાટ ગીત' ની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સંગીતમાં એક રાગમાંથી બીજા રાગમાં જાઉં ખૂબ જ અઘરું છે અને સાથે એક પછી એક 10 થાટને ગાવો ખૂબ જ કઠિન છે. સંગીત વ્યકિતના માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવામાં પણ
મહત્વનો ભાગ ભજવે છે. શાસ્ત્રીય સંગીતની પરંપરાનું જ્ઞાાન વધુ લોકો સુધી લઇ જવામાં
દરેક વ્યકિત પોતાનું પ્રદાન આપે તે જરૃરી છે.કાર્યક્રમનું આયોજન વાઇસ પ્રિન્સિપાલ
બિજોય શિવરામ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સ્ટુડન્ટ્ દ્વારા બ્રુંદગાન,
સોલો અને ડયુએટ સહિત ઘણીબધી રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સંગીત
એ સ્વર અને તાલનો સમન્વય છે સાથે ઇશ્વરની સાધનાનો વિષય છે
સંગીત
માનવીનો એક મિત્ર બની ગયો છે. કલા એ બીજા વિષયથી ખૂબ જ શિષ્ટબદ્ધ અને જટિલ છે. મેં
ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે પણ કેમેસ્ટ્રી,
ફિઝિક્સ સહિતના અઘરાં વિષયો કરતા પરફોર્મિંગનો વિષય અઘરો છે. સંગીત એ
સ્વર અને તાલનો સમન્વય છે સાથે ઇશ્વર પ્રાપ્તિ માટેની સાધનાનો વિષય છે. સંગીતને યોગ
સાથેનો અનોખો સંબંધ છે જેમાં ધ્યાનનું કેન્દ્રબિંદુ યોગ બની રહે છે. નવજાત છ મહિનાના
બાળકને પણ સંગીતની અનુભૂતિ થાય છે. પ્રકૃતિની દરેક પ્રક્રિયામાં સંગીત રહેલું છે.સ્ટુડન્ટ્સે
પોતાની મનગમતી કળા શીખવી જોઇએ. -પી.જી.પટેલ, મેમ્બર, ગુજરાત રાજ્ય સંગીતનાટય અકાદમી