બોર્ડ પરીક્ષા સમયે લીંબુ ૫ાણી તથા ડૉક્ટર્સની ટીમ હાજર રહેવી જોઈએ
કાળઝાળ ગરમીમાં બોર્ડની ૫રીક્ષા લેવાઈ રહી છે અને વિદ્યાર્થીઓ હિટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે ત્યારે વાલીઓ કહે છે કે,
બોર્ડની
પરીક્ષા ચાલી રહી છે સાથે સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે
જેને લીધે વિદ્યાર્થીઓ બેભાન થાય છે,
હાથમાં પરસેવો થવો, ગભરામણ થવી જેવી સમસ્યાનો સામનો
કરી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે અમદાવાદમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી
મૃત્યુ થયું હતું ત્યારબાદ ખેડા જિલ્લામાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી
મૃત્યુ થયું હતું. વધતી જતી ગરમીની વચ્ચે પરીક્ષાર્થીઓ
માટે શાળા સંચાલકો દ્વારા સ્કૂલમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે વાલીઓ
દ્વારા કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવે છે તે વિશેના મંતવ્યો લેવાયા...
વાલીઓ
શું કહે છે?
ગરમી લાગે નહીં તેવા કપડાં પહેરી પરીક્ષા આપે છેે
મારો દીકરો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. દિવસે દિવસે ગરમી વધી રહી છે ત્યારે હું મારા દીકરાને ઘરેથી લીંબુ શરબત પીવડાવીને પરીક્ષા સેન્ટર પર મૂકવા જવું છું. ગરમીનો સમય છે ત્યારે વિદ્યાર્થીઓને પૂરતી સગવડ મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ. પરીક્ષામાં ગરમી લાગે નહીં તે માટે હળવા કપડાં પહેરે છે જેથી સારી રીતે પરીક્ષા આપી શકાય છે. - દક્ષાબહેન પટેલ
બેથી ત્રણ પરીક્ષા સેન્ટર વચ્ચે એક મેડિકલ ટીમ હોવી જરૂરી
મારી દીકરી ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી રહી છે. ધોરણ 12ની પરીક્ષા ભરબપોરે લેવાય છે તેથી વિદ્યાર્થીઓને હાથમાં પરસેવો થાય છે અને તેને લીધે સમયસર પેપર પૂર્ણ કરી શકતા નથી. પેપર આપવા જતા પહેલાં તેમને પૂરતા પ્રમાણમાં ઠંડું પાણી અને ગ્લુકોઝ મળે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. કોઇ સમસ્યા થાય તો બેથી ત્રણ પરીક્ષા સેન્ટર વચ્ચે એક મેડિકલ ટીમ હોવી જરૃરી બની છે. -ઉમેશભાઇ પંડયા
પરીક્ષા
આપવા જતા પહેલાં ઘરેથી લીંબુ શરબત પીવડાવું છું
મારો દીકરો ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે ત્યારે સાંજના સમયે પૂરેપૂરું પેપર લખી શકે અને ગરમીની સામે રક્ષણ મેળવી શકે તે માટે નિયમિત લીંબુ શરબત પીવડાવું છું અને ઘરે આવે ત્યારે પણ લીંબુ શરબત આપું છું. અઘરાં વિષયનું પેપર લાંબુ અને અઘરું હોય તો વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી જતા હોય છે ત્યારે તેમને હૂંફ આપવી જરૂરી છે. સ્કૂલમાં પ્રવેશ આપવાની સાથે થોડાં-થોડાં અંતરે પાણી કે લીંબુ શરબત આપવામાં આવે તો વિદ્યાર્થીઓ ગરમીથી બચી શકે છે. - વૈશાલીબહેન પટેલ
સ્કૂલ
સંચાલકો શું કહે છે?
ધોરણ
10 અને 12ની પરીક્ષાની સવારના સમયમાં લેવાવી જોઇએ
પરીક્ષાનું સેન્ટર હોવાથી અમારી શાળામાં દરેક વર્ગખંડમાં પંખા ચાલી રહ્યા છે કે નહીં તે સહિતની સુવિધાનું નિરીક્ષણ કરું છું. આ વર્ષે પરીક્ષા મોડી લેવાઇ રહી છે સાથે ગરમીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ધોરણ 12ની પરીક્ષા પણ સવારે લેવાઇ તે માટેની વ્યવસ્થા પર ભાર મૂકવો જોઇએ. અમારી સ્કૂલમાં પરીક્ષાર્થીઓ માટે પીવાનું ઠંડુ પાણી માટેની વ્યવસ્થા કરીએ છીએ સાથે વિદ્યાર્થીઓને લીંબુ શરબત અને મેડીકલની સુવિધા મળે તે માટેનો અમારો વિચાર છે. - રવિન્દ્ર પટેલ, સાધના વિનય મંદિર
પરીક્ષામાં
એન્ટ્રી સમયે વિદ્યાર્થીઓ પાણી પીએ તેવી વ્યવસ્થા કરી છે
વિદ્યાર્થીઓ પેપર સારી રીતે લખી શકે અને ગરમીથી રાહત મળે તે માટે પરીક્ષા એન્ટ્રી સમયે વિદ્યાર્થીઓ પાણી પીએ તે માટેની વ્યવસ્થા કરી છે. અમુક સમયના અંતરે વર્ગખંડમાં પાણીની બોટલ આપીએ છીએ. પરીક્ષા શરૃ થયાના પહેલાં સમયે વાલીઓ જ્યારે આવે છે ત્યારે તેમની વાર્તાલાપ કરીને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપીએ છીએ. - હરેશ પટેલ, પ્રિન્સિપાલ, દીવાન-બલ્લુભાઇ સ્કૂલ, પાલડી