Get The App

લખવાની કળા ભારતીય સંસ્કૃતિમાં 5000 વર્ષોથી છે

છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયના ડિરેક્ટર જનરલ સબ્યસાચી મુખરજીએ તેમના એક્ઝિબિશન 'ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઃ અ હિસ્ટ્રી ઇન નાઇન સ્ટોરીઝ' વિશે માહિતી આપી હતી

Updated: Aug 19th, 2019


Google NewsGoogle News
લખવાની કળા ભારતીય સંસ્કૃતિમાં 5000 વર્ષોથી છે 1 - image

આપણી સંસ્કૃતિમાં લખવાની કળાને ૫૦૦૦ વર્ષ પહેલા પણ હતી, જેનાથી લોકો અજાણ છે. તેવી રીતે અર્બન પ્લાનિંગ પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં જોવા મળે છે. તેમ છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયના ડિરેક્ટર જનરલ સભ્યસાચી મુખરજીએ એલ.ડી. ઇન્ડોલોજીમાં યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું.

વધુમાં તેમણે તેમના પ્રખ્યાત એક્ઝિબિશન 'ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઃ અ હિસ્ટ્રી ઇન નાઇન સ્ટોરીઝ' વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, એક્ઝિબિશનમાં ભારતીય સંસ્કૃતિની શરૃઆતથી લઇને વર્તમાન સમય સુધીની જાણકારી આપવામાં આવી છે. જેનો મુખ્ય હેતું આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કરવાનો છે. યુવાઓને આકર્ષવા માટે દરેક ઓબ્જેક્ટની સ્ટોરી તેમની સમક્ષ રજૂ કરવી જોઇએ. જેનાથી વિષયને વધારે રસપ્રદ બનાવી શકાય અને તેના દ્વારા માહિતી પણ ચોક્કસ લોકો સુધી પહોંચાડી શકાય છે.

ચાર સિવિલાઇઝેનશન દ્વારા મહત્ત્વના ફેરફારો નોંધાયા છે

એશિયામાં મનુષ્યો આફ્રિકાથી આવ્યા હતા. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં પોતાના રહેઠાણો બનાવ્યા હતા. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટામિયા, ઇન્ડિયન વેલી સિવિલાઇઝેશન અને ચાઇનિઝ સિવિલાઇઝેશનમાં મહત્ત્વના સંશોધન થયા છે. ઇન્ડિયન વેલી સિવિલાઇઝેશનમાં શહેરનું પ્લાનિંગ, ઇજિપ્તમાં પિરામીડ અને મોસોપોટામિયામાં વ્યાપારીક વ્યવહારો જોવા મળે છે. 

ભારત અને અન્ય સંસ્કૃતિના વિકાસની માહિતી મળે છેે

એક્ઝિબિશનમાં ભારતમાં મનુષ્યો આવ્યા ત્યાંબાદ ભારતમાં કેવા બદલાવો આવ્યા તેની માહિતી આપવાની સાથે તે જ સમયે વિશ્વની બીજી સંસ્કૃતિમાં કેવા ફેરફારો નોંધાયા તેની માહિતી પણ આપે છે. જેના કારણે લોકોને ભારતીય સંસ્કૃતિના વિકાસ સાથે બીજી સંસ્કૃતિમાં થયેલો વિકાસની માહિતી મળે છે. એક્ઝિબિશનમાં ભારતીય સંસ્કૃતિ વિશેની કેટલીક અગત્યની જાણકારી પણ મળે છે.



Google NewsGoogle News