Get The App

સોશિયલ મિડિયા દ્વારા એક વર્ષમાં પાંચ સ્ટ્રીટ ડૉગ અને બિલાડીનાં પાંચ બચ્ચાંને એડોપ્ટ કરાવી નવજીવન આપ્યું

કેમ્પસમાં રહેતા સ્ટ્રીટ ડૉગ અને બિલાડીની સારસંભાળ માટે સ્ટુડન્ટ્સ દ્વારા ક્લબની શરૂઆત

Updated: Apr 7th, 2022


Google NewsGoogle News
સોશિયલ મિડિયા દ્વારા એક વર્ષમાં પાંચ સ્ટ્રીટ ડૉગ અને બિલાડીનાં પાંચ બચ્ચાંને એડોપ્ટ કરાવી નવજીવન આપ્યું 1 - image

કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરતા સ્ટુડન્ટ્સને કેમ્પસ સાથેનો અનોખો સંબંધ બની જતો હોય છે ત્યારે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) અમદાવાદ જૂના અને નવા કેમ્પસમાં સ્ટડી કરતા સ્ટુડન્ટ્સે કેમ્પસમાં રહેતા  સ્ટ્રીટ ડૉગ અને બિલાડીની સારસંભાળ માટે 'પોઝીબલ ક્લબ'ની શરૂઆત કરી છે અને આ ક્લબ દ્વારા સ્ટ્રીટ ડૉગ અને બિલાડીના બચ્ચાંને એડોપ્ટ કરાવી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે.

ક્લબના કો-ઓર્ડિનેટર ધ્રુવેન ઝાલાએ કહ્યું કે, અમારા કેમ્પસના પૂર્વ સ્ટુડન્ટ્સ દ્વારા એક વર્ષ પહેલાં પોઝીબલ ક્લબની શરૂઆત કરાઇ હતી. કોરોનાના સમયમાં કેમ્પસમાં વેકેશન હતું અને ઉનાળામાં એક સ્ટ્રીટ ડૉગે પાંચ ગલુડિયાને જન્મ આપ્યો હતો. આ નાના ગલુડિયાને જમવાનું મળી જતું હતું પણ પાણી મળતું ન હતું જેને લીધે થોડા સમયમાં તે મૃત્યુ પામ્યા હતા આ વાત સાંભળતા અમને ઘણુંં દુઃખ થયું હતું. આ સમયથી અમે કેમ્પસમાં રહેલા દરેક સ્ટ્રીટ ડૉગ અને બિલાડીની નિયમિત સારસંભાળ રાખવા માટે સ્ટુડન્ટ્સ આ ક્લબ સાથે જોડાયા હતા. બન્ને કેમ્પસમાં થઇને ૩૫થી વધારે સ્ટ્રીટ ડૉગ અને 20થી વધુ બિલાડી રહે છે અને તેની નિયમિત ખૂબ જ સારી રીતે સારસંભાળ લેવામાં આવે છે. આ ક્લબ સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સ, પાસ આઉટ સ્ટુડન્ટ્સ, પ્રોફેસર અને બીજા લોકો સ્વૈચ્છિક રીતે ફૂડ આપે છે. દરેક પેટ્સ માટે અમે શિડયુલ મુજબનું સાદું ભોજન આપીએ છીએ. સ્ટ્રીટ ડૉગના ગલુડિયા ચાર મહિનાના થાય ત્યાર પછી અમે સોશિયલ મિડિયા દ્વારા એડોપ્ટ કરવા માટે મૂકીએ છીએ અને તેને લીધે શહેરના લોકો એડોપ્ટ કરી જાય છે. નાના ગલુડિયાઓને ક્લબ સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સ ક્યારેક પોતાની સાથે રાખે છે જેથી કોઇ બીજા ડૉગ તેને નુકસાન પહોંચાડે નહીં અને તે રીતે મોટા થઇ જાય પછી તેને કેમ્પસમાં છૂટા મૂકવામાં આવે છે. એક વર્ષમાં સોશિયલ મિડિયાથી કેમ્પસના પાંચ સ્ટ્રીટ ડૉગ અને બિલાડીના ગલુડિયાને એડોપ્ટ કરાવીને તેને નવજીવન આપ્યું છે.

સોશિયલ મિડિયા દ્વારા એક વર્ષમાં પાંચ સ્ટ્રીટ ડૉગ અને બિલાડીનાં પાંચ બચ્ચાંને એડોપ્ટ કરાવી નવજીવન આપ્યું 2 - imageડૉગ-બિલાડીના બચ્ચાનું ઓરિયો-1/2, ટેંગ અને કોફી જેવા યુનિક નામ

કેમ્પસમાં રહેતા દરેક સ્ટ્રીટ ડૉગ અને બિલાડીના બચ્ચાનું નામકરણ કરવામાં આવે છે અને ત્યાર પછી નામ સાથે જ તેને બોલાવીએ છીએ જેથી પેટ્સ સાથેનો અનોખો સંબંધ બની રહે છે. કેમ્પસમાં રહેલું ત્રણ મહિનાનું ડૉબી ડૉગ સાથે દરેક સ્ટુડન્ટ્સને ગમતંુ હતું જેથી દરેક દિવસે તમામ સ્ટુડન્ટ્સની રાહ જોઇને કેમ્પસની તેની ફેવરીટ જગ્યાએ જઇને બેસી રહેતું હતું. બિલાડીના બચ્ચામાં અમે ઓરીયો-1, ઓરીયો-2, ટેંગ અને કોફી નામકરણ કર્યું છે અને તે હાલમાં બે મહિનાનું થયું છે.

સોશિયલ મિડિયા દ્વારા એક વર્ષમાં પાંચ સ્ટ્રીટ ડૉગ અને બિલાડીનાં પાંચ બચ્ચાંને એડોપ્ટ કરાવી નવજીવન આપ્યું 3 - imageએડોપ્ટ કરનાર વ્યકિત સાથે રૂબરૂ અને સોશિયલ મિડિયાથી મળીએ છીએ

કેમ્પસમાં નાના પેટ્સને સોશિયલ મિડિયા દ્વારા જે કોઇ વ્યકિત એડોપ્ટ કરવા માટે આવે ત્યારે અમે તેમને જે તે પેટ્સની ખાસ કાળજી રાખવાનું કહીએ છીએ. અમે દર સપ્તાહમાં એકવાર અને ક્યારેક રૂબરૂ જઇને અમે પેટ્સની યોગ્ય સારસંભાળ લે છે કે શું તે માટે રૂબરૂ મુલાકાત કરીએ છીએ. જે પરિવારને અમે પેટ્સ આપીએ છીએ તેને અમે તેની યોગ્ય સંભાળ કરજો તેવું કહીને અમે તેમને આપીએ છીએ.

પેટ્સની સારસંભાળ માટે ગૂ્રપ બનાવ્યા

બન્ને કેમ્પસમાં રહેતા નાના-મોટા પેટ્સની નિયમિત સારસંભાળ માટે અમારી ક્લબ સાથે જોડાયેલા ૪૦ સ્ટુડન્ટ્સના ગૂ્રપ તૈયાર કર્યા છે અને તે પ્રમાણે નિયમિત સારસંભાળ સાથે તેમને ભોજન, પાણી સહિતની સુવિધા મળે તે માટેનું કાર્ય કરવામાં આવે છે. સ્ટડીના સમય પછી સ્ટુડન્ટ્સ થોડો સમય પેટ્સ સાથે પસાર કરે છે.

દરેક પેટ્સનું નિયમિત મેડિકલ કરાવીએ છીએ

કેમ્પસમાં રહેતા તમામ પેટ્સનું અમે નિમમિત મેડિકલ કરાવીને તેમને આપવાની તમામ રસીના ડોઝ સ્ટુડન્ટ્ પોતાની પોેકેટમનીમાંથી આપે છે. ક્યારેક કોઇ પેટ્સને ગંભીર બિમારી કે ઘા થયો હોય ત્યારે જીવદયા તેમજ સ્પેશિયલ હોસ્પિટલમાં લઇ જઇને તેમની સારવાર કરાવીએ છીએ. કેમ્પસમાં દરેક પેટ્સ સાથે થોડો સમય પસાર કરવાથી અમને સ્ટડી કરવામાં મજા આવે છે. નાના પેટ્સને દરેક ઋતુમાં ખાસ પ્રકારના કપડાં તેમજ રહેઠાણની વ્યવસ્થા કરીએ છીએ.

શિડયુલ મુજબ સાદું ભોજન આપીએ છીએ

દરેક પેટ્સને અમે ખાસ કરીને સાદું ભોજન આપવાનો આગ્રહ રાખીએ છીએ. જ્યારે કોઇ પેટ્સ નવા બચ્ચાઓને જન્મ આપે ત્યારે તેને સાદી ખીચડી, લાપસી અને રોટલી બનાવીને ખવડાવીએ છીએ. કેમ્પસમાં ક્યારેય પેટ્સને બિસ્કિટ, ગાંઠીયા સહિતની વસ્તુઓ અમે ખવડાવતા નથી. ગરમીમાં દરેક પેટ્સને પાણી મળી રહે તેની વ્યવસ્થા કરીએ છીએ.


Google NewsGoogle News