પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો તે ઉપાય નથી, તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી: ડૉ. પ્રદિપ બક્ષી
પ્લાસ્ટિકનો ગાડીમાં ઉપયોગ કરવાથી 100 લીટરે અડધો લીટર ફ્યૂઅલ બચે છે
AMA ખાતે યોજાયેલી ફન એક્સપ્લોરિંગ ટૉકમાં ડૉ. પ્રદિપ બક્ષી 'મેજીક ઓફ પ્લાસ્ટિક્સ' પર વાત કરતા કહ્યું કે આજના સમયમાં એગ્રીકલ્ચર, જેટ પ્લેન, મેડીસિન, આર્કિટેક્ચર, કાર અને ઇલેક્ટ્રોનિક્સ આઇટ્મ જે કંઇનો પણ ઉપયોગ કરીએ છીએ તેમાં પ્લાસ્ટિક રહેલું હોય છે.
આપણે જે કેપ્સ્યૂલ ગળીએ છીએ ત્યાંથી માંડીને દાંતમાં જે ડેન્ચર મૂકાવીએ છીએ તે બધું જ પ્લાસ્ટિક છે એટલે આપણે આપણા જીવનમાંથી પ્લાસ્ટિકને જુદું કરી શકીએ તેમ નથી. એક કારમાં 100 કિલો જેટલું પ્લાસ્ટિક વપરાતું હોય છે જેનાથી ગાડીનું દળ ઘટે છે અને તેને કારણે ફ્યુઅલનો વપરાશ ઓછો થાય છે અને 100 કિ.મી. પર અડધો લીટર પેટ્રોલ બચે છે.
જો અમદાવાદમાં 5 લાખ ગાડીઓ હોય તો 2500 લીટર લેખે 1 વર્ષે 12 કરોડ લીટર પેટ્રોલ બચી શકે છે એટલે પ્લાસ્ટિકનો બહિષ્કાર એ સાચો ઉપાય નથી.