Get The App

ઝૂંપડપટ્ટી દૂર કરવા સરકારે હાઉસિંગ વાઉચરની સુવિધા ઊભી કરવી જોઇએ

વિદેશના વિદ્યાર્થીઓએ મજુરના બાળકોની હેલ્થ અને બેઘરના ઘર માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો

Updated: Aug 19th, 2019


Google NewsGoogle News
ઝૂંપડપટ્ટી દૂર કરવા સરકારે હાઉસિંગ વાઉચરની સુવિધા ઊભી કરવી જોઇએ 1 - image


USAની ડયુક યુનિવર્સિટીમાંથી ૧૦ વિદ્યાર્થી બે મહિના માટે સમર ઇન્ટર્નશિપ કરવા સાથ ચેરિટેબલ સંસ્થામાં આવ્યા હતાં. આ ઇન્ટર્નશિપમાં ૧૮થી ૧૯ વર્ષના અલગ અલગ ફિલ્ડમાં બેચલર થયેલા વિદ્યાર્થીઓ હતા. તેમણે માઇક્રોક્રેડિટ, ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્પેસીસ (ભખજી), બાળઘર ટિચર ટ્રેનિંગ અને અર્બન હાઉસિંગ પ્લાનિંગ વગેરે જેવા પ્રોજેક્ટ ઉપર કામ કર્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક સોલ્યુશન તેઓએ આપ્યા હતા જેના પર ભવિષ્યમાં પગલાં લેવામાં આવશે. અમેરિકાથી આવેલી આ વિદ્યાર્થી અહીં ઇન્ડિયન ફેમિલી સાથે રહી રિલેશનશિપ અને તેના મહત્વને સમજ્યા હતા. 

મજુરના બાળકો માટે રિયુઝેબલ ડાઇપર મેળવવાની જોગવાઇ કરી

રિસર્ચ

'વેજલપુર, સેવી સ્વરાજ જેવી જગ્યા પર જ્યાં મોટા પ્રમાણમાં કન્સ્ટ્રક્શન સાઇડ ચાલતી હોય એ સ્થળની અમે મુલાકાત લીધી. ત્યાં જઇને જોયું તો હેલ્થને પ્રાધાન્ય આપવામાં ન આવતું હોય એમ બાળકોને ટોઇલેટની સૂઝ હોતી નથી, ગંદકી બહુ હોય છે. બાળકોને રઝળતા મૂકીને માતા મજુરી કરતી હોય છે. એમાં આશરે ૨૫૦ બાળકોમાંથી ૯૦ બાળકો એટલાં નાના હતાં જેમને ડાઇપર પહેરાવી શકાય. તેથી સૌથી પહેલાં તો તેમના હેલ્થ માટે સ્વચ્છતાની તાલીમ આપવી અમને જરૃરી લાગ્યું.'

સોલ્યુશન

 મજુર વર્ગને ડાયપર શું છે એની સમજ હોતી નથી. એનાથી સ્વસ્થતા કેવી રીતે જળવાય એ અમે ચાર્ટ પેપર પર ડ્રો કરી મજુર વર્ગના બાળકોને સાચવતાં હોય એવા શિક્ષકને આપવામાં આવ્યું, જેથી ડાઇપરની સમજ તેઓ માતા-પિતાને એમની ભાષામાં આપી શકે. સમજણ કેળવ્યા બાદ તેઓ એને ખરીદી શકે એટલાં સક્ષમ હોતા નથી તેથી યુનિ પેડર્સ જે રિયુઝેબલ ડાઇપર બનાવે છે. તેમને પ્રપોઝલ લખી છે કે તેઓ ફ્રીમાં અથવા નજીવી કિંમતે મજુર વર્ગના બાળકોને ડાઇપર આપે.  - પ્રિયંકા રાવ, સૈયદ અમીન અહમદ અને કેથિ લૂ

દરેક કોલેજમાં ઇન્ટર્નશીપ પ્રોગ્રામ થવા જોઇએ

'હું મૂળ અમદાવાદી છું પણ અઢી દાયકાથી યુએસમાં સેટ થઇ છું. વિદેશીઓ આપણી સંસ્કૃતિ, આપણા કલ્ચરથી પરિચિત થાય છે. એવી જ રીતે અહીંયા પણ વેકેશન દરમિયાન કોલેજના પ્રોફેસર દ્વારા આ પ્રકારનો પ્રોગ્રામ લોકલ લેવલે ડિઝાઇન થવો જોઇએ. આ પ્રકારના અનુભવો વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી નીવડે છે અને તેમનું આખું માઇન્ડ સેટ બદલી નાંખે છે.' - પૂણમા શાહ, ડયુક યુનિ. પ્રોફેસર (યુએસએ)

હાઉસિંગ વાઉચર અથવા બિલ્ડરોની મદદથી બેઘરને ઘર આપી શકાય

રિસર્ચ

'અહીંના લોકો ભાડા કરાર કેવી રીતે કરે છે તેનું સ્લમ વિસ્તારમાં ફરીને રિસર્ચ કર્યું. અહીં પોતાની ખોલી સ્ટેપ પેપર પર અથવા મૌખિક રીતે કરાર કરીને ભાડે આપતાં હોય છે. ભારતમાં અને કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, ચાઇના, સિંગાપુર વગેરે દેશોમાં ગરીબ બેઘરને ઘર મળે એ માટે કેવા પ્રકારની પોલિસી છે એનું રિસર્ચ કર્યું. 

સોલ્યુશન

અમેરિકામાં હાઉસિંગ વાઉચર આપવામાં આવે છે. એમાં વ્યક્તિની સ્થિતિ પ્રમાણે સરકાર અમુક મહિનાઓ સુધી અડધું અથવા પુરેપુરું ભાડું ચૂકવીને ફાઇનાશિયલ સગવડ પુરી પાડે છે. જ્યારે કેનેડામાં બિલ્ડરો માટે એવી પોલિસી છે કે જે બિલ્ડર પોતાની સ્કિમમાં એક તૃત્યાંશ મકાન બેઘરો માટે ફાળવે તો તે બિલ્ડરને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.  આવી કોઇ સ્કિમ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તો ઝૂંપડામાં રહેવાને બદલે લોકો ઘરમાં રહેવાનું વધારે પસંદ કરશે અને સ્લમ વિસ્તારને ધીરે-ધીરે નાબૂદ કરી શકાશે. - ગેરેટ ડિક્શન અને પોલ્સ સ્નાઇડર

માઇક્રોક્રેડિટ પ્રોગ્રામ ૨૮ હજાર ક્લાઇન્ટ પર એપ્લાય કરી શકાશે

'અત્યારે બધુ ક્રેડિટ પર ચાલે છે પણ ક્રેડિટ શું છે? એનો સ્કોર કેવી રીતે મેઇન્ટેઇન કરવો જોઇએ. તેની સમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને નથી. અમે વાસણા, સરખેજ વગેરે જગ્યા પર વિઝિટ કરી ત્યાંના માઇક્રોફાઇનાન્સ મેનેજર અને ક્લાઇન્ટને મળ્યાં ત્યારે અમને આ અંગેની જાણ થઇ. ૨૮ હજાર ક્લાઇન્ટ પર એપ્લાય કરી શકાય એવો પ્લાન તૈયાર કર્યો. એમાં ક્રેડિટથી માંડી સ્કોરને કેવી રીતે હાઇ કરી શકાય, જેથી બેંકમાંથી લોન સરળતાથી મળી રહે એનો સમાવેશ કર્યો. ' - પોલ્સ સ્નાઇડર, કેરોલાઇન બાવર, બ્રિન લોશન


Google NewsGoogle News