શાસ્ત્રીય સંગીતની યુવાપેઢી સુધી સુવાસ ફેલાવતું 'અરજ' ગ્રુપ
દેશના યુવા પાંચ સંગીત કલાકારોના ગ્રુપ દ્વારા અનોખો પ્રયોગ
મૂળ
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના અને હાલ મુંબઇમાં રહેતા સારંગીવાદક વનરાજ શાસ્ત્રી
સહિતના પાંચ યુવા ભારતીય સંગીત કલાકારો દ્વારા 'અરજ' મ્યુઝિક બેન્ડ
ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. વનરાજ શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લી
ચાર પેઢીથી મારા પરિવારમાં સંગીત સાથેનો સંબંધ રહ્યો છે. 8 વર્ષની વયથી ગાયન અને
સારંગી શીખવાની શરૃઆત કરી હતી. મારા દિવસની શરૂઆત સંગીત સાથે શરૃઆત થાય છે એટલે કે
સંગીત મારા જીવનનો શ્વાસ બની ગયો છે. ભારતીય શાસ્ત્રીય સંગીતને યુવા પેઢી સુધી લઇ
જઇ શકાય અને વધુ લોકો તેમાં જોડાય તે માટે અમારા મિત્રો દ્વારા સતત પ્રયાસ કરવામાં
આવતા હતા. સારંગીની મુખ્ય તાલીમ પં.ધૂ્રબા ઘોષ પાસેથી લીધી છે.
ભારતીય
શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા તબલા વાદક ઇશાન ઘોષ દ્વારા 'અરજ' મ્યુઝિક બેન્ડ ગ્રુપ તૈયાર કરીને શાસ્ત્રીય સંગીતનું રસપાન કરવાની પ્રેરણા
આપી હતી. આ અરજ મ્યુઝિક બેન્ડ ગ્રૂપમાં ફાઉન્ડર ઇશાન ઘોષ, દિલ્હીના
સિતારવાદક મહેતાબ અલી નિયાઝી, મૂળ બેંગ્લોર અને હાલ મુંબઇમાં
સ્થિત વાસંળી વાદક એસ.આકાશ અને મુંબઇથી યુવા ગાયક તબલાવાદક પ્રતિક સિંઘ સહિતના
યુવા કલાકારો જોડાયેલા છે. અમારા ગૂ્રપનો મુખ્ય હેતુ આપણા ભારતીય શાસ્ત્રીય
સંગીતને યુવાપેઢી સુધી વધુને વધુ પહોંચાડવાનો છે.
જ્યારે પશ્ચિમના દેશોનું સંત અને વાદ્યો આખા વિશ્વમાં પ્રચલતિ થઇ રહ્યા છે
અને તેનું અનુકરણ કરી લોકો અપનાવી રહ્યા છે. આ સમયમાં આપણા કલાકારો સંગીતની સાધના,
પરીશ્રમ અને મહેનતથી લોકો સુધી શાસ્ત્રીય સંગીતની સુવાઇ ફેલાવવાનું
કામ કરી રહ્યા છે. શાસ્ત્રીય સંગીતમાં લોકોને જોડવાની સાથે તેનો પ્રચાર-પ્રસાર થાય
તેના પર વધારે ધ્યાન આપીએ છીએ.
તાજેતરમાં અરજ મ્યુઝિક બેન્ડ ગ્રુપના સભ્યો સાથે પંડિત નયન ઘોષ યુરોપમાં નેધરલેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડ દેશના વિવિધ શહેરોમાં 17 દિવસ સુધી શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરી હતી, જેમાં પહેલો કાર્યક્રમ એેન્ટવર્ય (બેલ્જિયમ) શહેરના દે સીગ્લ આર્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યો હતો અને તેમાં અમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
ગુરુ પંડિત નયન ઘોષ સાથે સારંગીવાદનની તક મળી જેનાથી ખુશ છું
હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું કે મને આટલા મોટા ઇન્ટરનેશનલ સ્ટેજ પર મારા ગુરુજી પંડિત નયન ઘોષ અને અરજ સાથે સારંગીવાદન કરવાની તક મળી છે જેનાથી હું ઘણું ખુશ છું. બેલ્જિયમના કેપીટલ બ્રસેલ્સ શહેરમાં ખૂબ પ્રચલિત અને પ્રેસ્ટીજીઅસ કોન્સર્ટ હોલ બોઝારમાં સવારના કોન્સર્ટમાં અમારા ગૂ્રપ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમાં સવારના રાગ પર આધારિત મ્યુઝિક પીસ વગાડયા હતા.
આકાશવાણીના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી બીજો નંબર મેળવ્યો હતો
મેં સંગીતની પ્રારંભિક શિક્ષા સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાંથી મેળવી હતી. સાંરગીની તાલીમ પંડિત ધુ્રબા ઘોષ પાસે મુંબઇમાં મેળવી અને અત્યારે વિશ્વવિખ્યાત તબલા અને સિતાર માઇસ્ત્રો પંડિત નયન ઘોષ પાસે મુંબઇમાં તાલીમ મેળવી રહ્યો છે. 2019ના વર્ષમાં આકાશવાણી વાદકમાં સમ્રગ દેશમાંથી આવેલા સ્પર્ધકો સામે બીજો નંબર મેળવ્યો હતો જેનાથી પરિવારમાં એક ખુશીનો માહોલ જામ્યો હતો.