સફળતા મેળવવા તમારા સપનાઓ પર તમને પોતાને વિશ્વાસ હોવો જોઇએ

SMPIC કોલેજમાં 'રૃબરુ- સકસેસ સાગા ઓફ SMPIC'ના એલ્યુમિનાઈનો ટોક શો યોજાયો

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
સફળતા મેળવવા તમારા સપનાઓ પર તમને પોતાને વિશ્વાસ હોવો જોઇએ 1 - image


એસએમપીક (જીએલએસ) ફોકલ્ટી ઓફ કોમર્સના ૨૦ વર્ષ પુર્ણ થયાની ઉજવણીના ભાગરૃપે 'રૃબરુ- સકસેસ સાગા ઓફ એસએમપીક'ના ત્રિદિવસીય પ્રોગ્રામમાં એન્યુઅલ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. જેમાં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર એલ્યુમિનાઈને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં આસુતોષ વાલાની,  માનિન ગાંધી,  કમલેશ કરમચંદાની,  સંભવ ચૌહાણ, પ્રોફશનલ સિંગર ભૌમિક શાહ અને બાય પ્રોફેશન ફેશન ડિઝાઇન અને કન્સલ્ટન્ટ પૂજા કોષ્ટી હાજર રહ્યા હતા. આ એલ્યુમિનાઈએ ટોક શો દરમિયાન પોતાના અનુભવો શેર કર્યા હતા. આ ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓમાં સફળતા મેળવનાર કોલેજના વિદ્યાર્થીઓને 'અવોર્ડ ઓફ એક્સેલેન્સ ઓફ એકસ્ટ્રા ઓર્ડિનરી અચીવમેન્ટ' એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ભણવાની સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું રાખો

હું જ્યારે એક વિદ્યાર્થીની હતી ત્યારે ખુબ જ શરમાળ અને ઓછાબોલી હતી. લોકો સાથે કેવી રીતે વાત કરવી ત્યારે એ બાબતનો ખ્યાલ ન આવતો પરંતુ જ્યારે મેં થિયેટર વર્કશોપ અને સ્ટેજ પર ડાન્સ પરફોર્મ કર્યું ત્યારે પોતાની જાતને કેવી રીતે પ્રેઝન્ટ કરવી તે ખ્યાલ આવ્યો હતો. આજ વસ્તુએ મને ઇન્ડસ્ટ્રીમાં ઉભા રહેતા શિખવાડયુ છે. મારુ માનવુે છે કે, પ્રેક્ટિકલ અનુભવ મેળવવા માટે થિયરીકલ નોલેજ સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું રાખવું જોઇએ. - પુજા કોષ્ટી,ફેશન ડિઝાઇનર અને કન્સલ્ટન્ટ

ઘરની બહાર નીકળો એટલે એક નવો કોન્ટેક્ટ બનાવો

તમારા સપનાઓ પર તમને ખુદને વિશ્વાસ હોવો જોઇએ. તે જ તમને સફળતાના માર્ગ સુધી પહોચાડવામાં મદદ કરશે. ત્યારબાદ તમારે વચ્ચે આવતા અવરોધોને જ દૂર કરવાના રહેશે. ઇન્ડસ્ટ્રીમાં ઉભા રહેવા કોન્ટેક્ટ્સ બનાવવા ખુબ જરૃરી છે, એટલે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે એક નવો સંબંધ બનાવો કોઇ સંબંધ તોડશો નહી. - નિસર્ગ ત્રિવેદી, એડવોકેટ

મ્યુઝિક શોમાં શહિદ જવાનોને ટ્રિબ્યુટ આપવામાં આવ્યું

જીએલએસ કેમ્પસ ખાતે એસએમપીકના એલ્યુમની સ્ટુડન્ટ દ્વારા મ્યુઝિકલ શો કરાયો હતોે. જેમાં કેટલીય હિન્દી સિરિયલો અને ફીચર ફિલ્મસમાં ઝળકેલા માનસ શાહની સાથે સારે ગામા પા ૨૦૦૬ના ફાઇનલિસ્ટ અને પ્રોફેશનલ સિંગર ભૌમિક શાહ, વિરે દી વેડિંગ જેવી ફિલ્મમાં પોતાનો અવાજ આપી ચુકેલ બોલીવુડ સિંગર નિકિતા આહુજા તેમજ પ્રોફેશનલ સિંગર અને સાઉન્ડ એન્જીનીયર હર્ષિલ આચાર્યએ મળીને ગુજરાતી ફોક સોન્ગ અને બોલીવુડ બેઝનું મિક્સ-મેચ કરી ઓરકેસ્ટ્રા સાથે કોલેજ કેમ્પસને સુરીલુ બનાવ્યું. જેમાં નિધિ મહેતાએ પુલવામાં અટેકમાં શહિદ થયેલ જવાનોને ટ્રિબ્યુટ આપતું ગીત ગાયું.


Google NewsGoogle News