પ્રશ્નો તરફ જવાથી જવાબ મળી શકે, આમ મોં ફેરવી લેવાથી મુંઝવણો વધે છે

Updated: Apr 4th, 2019


Google NewsGoogle News

એસએમપીઆઇસી કોલેજના ૨૦ વર્ષ પુર્ણ થયાની ઉજવણીના ભાગરૃપે ૪ થી ૬ એપ્રિલ દરમિયાન વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણદિવસીય આ પ્રોગ્રામ 'રૃબરૃ- સકસેસ સાગા ઓફ એસએમપીક (૧૯૯૯-૨૦૧૯)માં ૪ એપ્રિલે એસએમપીઆઇસીના બે પુરસ્કૃત નાટકો જેમાં એક એકાંકી 'ખોવાયેલ છે' જેને ગુજરાત સમાચાર આઇએનટી સ્પર્ધામાં બેસ્ટ પ્લે, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર અને બેસ્ટ ક્રિયેટિવ સેટિંગનો અવોર્ડ મળેલો છે. જ્યારે શિમલા ખાતે આયોજિત નેશનલ થિયેટર ફેસ્ટીવલમાં પ્રથમ વિજેતા પામેલ નાટક 'બલ્બ જલેગા?' ગઇકાલે એચ.કે કોલેજ ખાતે કોલેજના સ્ટુડન્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે કોલેજના એલ્યુમની સ્ટુડન્ટનો ટોક શો, એન્યુઅલ ડે અને ફેરવેલ સેલિબ્રેશન થશે જ્યારે અંતિમ દિવસે જીએલએસ સેન્ટ્રલ લો, જીએલએસ કેમ્પસ ખાતે એસએમપીકના એલ્યુમની સ્ટુડન્ટસ દ્વારા મ્યુઝિક શો પ્રસ્તુત કરવામાં આવશે.

'બલ્બ જલેગા?' નાટક વિશે

પ્રશ્નો તરફ જવાથી જવાબ મળી શકે, આમ મોં ફેરવી લેવાથી મુંઝવણો વધે છે 1 - imageઆ એક રમુજી મ્યુઝિકલ નાટક છે. જે સામાન્ય માણસના જીવનની આસપાસ ચાલે છે અને રોજિંદી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરે છે. આ નાટક બલ્બના સંદર્ભમાં મધ્યસ્થી વ્યક્તિની લાગણીઓ બતાવાઇ છે. મધ્યમ વર્ગના શાળાના શિક્ષકની સામાજીક સમસ્યાઓ પર પ્રકાશા ફેંકવા માટે બલ્બનો ઉપયોગ થાય છે. આ નાટકમાં એક મુર્ખ માણસનું પ્રદર્શન થાય છે જે બલ્બ ખરીદવા જાય છે. લેખકે સપના સાથે બલ્બને જોડવાનો અને જીનની વાસ્તવિકતાઓ સાથેના રોજિંદા સંઘર્ષની વાત મુકવાનો પ્રયત્ન કરે છે  નાટકના અંતે નાટક પ્રેક્ષકોને એક પ્રશ્ન પુછે છે કે, દરેક વ્યક્તિમાં આશાનું એક કિરણ અસ્તિત્વ ધરાવે છે?. નાટકમાં 'મેં આમઆદમી હું  મુજે આન હી રહેને દો, અગર ખાસ બનજાઉંગા તો મેં ભી આપ લોગો કી તરહ આમઆદમીકી તકલીફોકો મહેસુસ નહી કર પાઉંગા' અને 'આમઆદમી હર ઉસ બાત પર ભરોસા કર લેતા હૈ જો ભરોલે કે લાયક હી નહિ હોતી' જેવા ડાયલોગ ખુબ સારા છે.

'ખોવાયેલ છે' નાટક વિશે

પ્રશ્નો તરફ જવાથી જવાબ મળી શકે, આમ મોં ફેરવી લેવાથી મુંઝવણો વધે છે 2 - imageઆ નાટકમાં જાતિવાદને લીધે આપણા સમાજમાં પ્રવર્તમાન અસમાનતા અંગે વાત કરવામાં આવી હતી. આપણે એક વ્યક્તિને તેના નામને આધારે ઓળખતા નથી પરંતુ આપણે તેને બદલે  તેમના ધર્મ, જાતિ, સબ -કાસ્ટ અને તેની અટક ઉપરથી તેને જજ કરવા ટેવાયેલા છે. આ નાટકમાં એક વ્યક્તિ અશોક મકવાણામાંથી એલેક્સ મેકવાન અને ત્યારબાદ અલ્તાફ મન્સૂરી સુધી કેવી રીતે ધર્મરૃપાંતરની ઘટના બને છે. પોતાના સ્વાર્થ માટે આશરો લેતા માણસની આઇડેન્ટીટી ખોવાની ઘટના એટલે 'ખોવાયેલ છે' જેમાં લેખક કહેવા માંગે છે કે જ્યારે આપણે કોઇ પણ વ્યક્તિને તેના ટેગ ઉપરથી ઓળખવાનુ ટાળીશું ત્યારે ઘણી સમસ્યાઓનો અંત આવશે.નાટકમાં 'આપણને આદત પડી ગઇ છે લોકોને ટેગ સાથે જોવાની લિંગ, જાતિ, પેટાજાતિ, ધર્મ, નામ, અટક આ બધા ટેગ વચ્ચે મારામાંનો માણસ ખોવાયેલ છે' અને 'પ્રશ્નો તરફ જવાથી જવાબ મળી શકે, આમ મોં ફેરવી લેવાથી મુંઝવણો વધે છે' જેવી પંચલાઇન પ્રેક્ષકોને ગમી હતી.



Google NewsGoogle News