લક્ષ્ય ફેસ્ટિવલના પ્રથમ દિવસે રોબોટિક્સ, ગલી ક્રિકેટ, એેથિકલ હેકિંગની ઇવેન્ટમાં 5500 સ્ટુડન્ટ જોડાયા
કોરોનાના
બે વર્ષ પછી ફરીથી એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ ગ્રુપ રોબોકોન ક્લબ
એલડીસીઇ દ્વારા ત્રણ દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ 'લક્ષ્ય 2022'ની શરૂઆત
થઇ છે. લક્ષ્ય ફેસ્ટિવલની આ વર્ષની થીમ 'અનાગતા' રાખવામાં આવી છે અને તેમાં 50થી વધારે ટેકનિકલ-નોન ટેકનિકલ ઇવેન્ટ્સ
રાખવામાં આવી છે. આ ફેસ્ટિવલની શરૂઆત એથિકલ હેકર અને માહિતી સુરક્ષા સંશોધનકાર અને
પ્રિસ્ટીન ઇન્ફોસોલ્યુશનના સ્થાપક અને સીટીઓ રિઝવાન શેખ અને ટેકનિકલ તજજ્ઞા
ભાગ્યેશ પટેલના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો સાથે માનવ અને ટેકનોલોજી વચ્ચેના સંબંધની
અમર્યાદ સંભાવનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ વિશે લક્ષ્ય ફેસ્ટિવલના
કો-ઓર્ડિનેટર પ્રો.મીતુલ મકવાણાએ કહ્યું કે, ટેકનિકલ-નોન
ટેકનિકલ 'લક્ષ્ય' ફેસ્ટિવલમાં 50થી વધુ
ઇવેન્ટ્સમાં ગુજરાત સહિતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 10 હજારથી વધુ સ્ટુડન્ટ્સ
જોડાશે અને પોતાની પ્રતિભાને એક પ્લેટફોર્મ આપશે. લક્ષ્ય ફેસ્ટના પહેલા દિવસે
રોબોટિક્સ, કલ્ચરલ ઇવેન્ટ, સ્પોર્ટ્સ
સહિતની વિવિધ ઇવેન્ટમાં થઇને 5500થી વધારે સ્ટુડન્ટ્સ જોડાયા હતા.
ટેકનિકલ
અને નોન-ટેકનિકલ ઇવન્ટ્સ
રોબોટિક્સ
ઇવેન્ટ્સ-
સ્ટુડન્ટ્સ ટીમ દ્વારા રોબોર્ટ તૈયાર કરવામાં આવે છે. રોબોટિક્સ ઇવેન્ટમાં પથ્થર, રેતી, બોટલ સહિતની સામગ્રી મૂકીને રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં ઓછા સમયમાં રોબોર્ટ અંતર પૂર્ણ કરે તે ટીમ વિનર બને છે. આ ઇવેન્ટમાં 60થી વધુ ટીમ જોડાઇ હતી. દરેક ટીમ દ્વારા 4 કિલોગ્રામથી ઓછા વજનવાળા રોબોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા સાથે 7 મિનિટમાં રાઉન્ડ પૂરા થાય તે માટેના ટાસ્ક આપવામાં આવ્યો હતો. રોબોર્ટની લંબાઇ અને પહોળાઇ એકસરખી 35 સેન્ટીમીટર રાખવામાં આવી હતી સાથે તેમાં 24 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરવાનો હતો.
બ્રીજ
ધ ગેપ
બ્રીજ ધ ગેપમાં સ્ટુડન્ટ ટીમ જોડાય છે અને તેમાં આઇસ્ક્રીમની 250 સ્ટીક અને ગમથી નવી ડિઝાઇન સાથે બ્રીજ તૈયાર કરવાનો હોય છે. આ ઇવેન્ટમાં 20થી વધુ ટીમ પાર્ટિસિપેન્સ થઇ હતી. ચાર સ્ટુડન્ટ્સની એક ટીમ હતી. આ ઇવેન્ટમાં વિનરની પસંદગી ક્રિએટિવિટી, વજન અને ડેકોરેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સ્ટુડન્ટ્સ પોતાની મનગમતી એક્ટિવિટીમાં જોડાઇને બીજા લોકોને પણ પ્રેરણા આપે છે.
પેઇન્ટ
બોલ
આ પેઇન્ટ બોલ ઇવેન્ટમાં કલરફૂલ બોલ હોય છે અને તેેેને બંદૂકમાં ભરીને એકબીજી ટીમ સામે ગોળીબાર કરવાનો હોય છે. આ ઇવેન્ટમાં જેને બોલ ટચ કરે તે આઉટ ગણાય છે અને તેને આધારે ટીમને વિજેતા નક્કી કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં 20થી વધુ ટીમ જોડાઇ હતી.
એથીકલ
હેકિંગ
કમ્પ્યૂટર
ક્ષેત્રમાં એથીકલ હેકિંગ થવાની શક્યતા છે. મોબાઇલની સિક્યોરિટી સાથે હેકિંગ કરીને
ડેટાની ચોરી થાય છે તેના વિશે એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ આ
ઇવેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી.