Get The App

કાર્ડ બોર્ડ મટીરિયલ્સથી સ્કૂલમાં ઉપયોગી થઇ શકે તેવા સસ્ટેનેબલ ફર્નિચર ડિઝાઇન કર્યા

NIDમાં 13 સ્ટુડન્ટના 'પેકેજિંગ' એક્ઝિબિશનની શરૂઆત

Updated: Oct 11th, 2022


Google News
Google News
કાર્ડ બોર્ડ મટીરિયલ્સથી સ્કૂલમાં ઉપયોગી થઇ શકે તેવા સસ્ટેનેબલ ફર્નિચર ડિઝાઇન કર્યા 1 - image

એનઆઇડીના ફર્નિચર ઇન્ટીરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટના થર્ડ યરના 13 સ્ટુડન્ટ્સ દ્વારા કાર્ડ બોર્ડ મટીરિયલ્સમાંથી રિ-સસ્તાં અને સસ્ટેનેબલ ફર્નિચર તૈયાર કરાયા છે. દરેક સ્ટુડન્ટસે ત્રણ ફર્નિચર તૈયાર કર્યા છે અને એક્ઝિબિશનમાં ફર્નિચરની 40 નવી પ્રોડક્ટને ડિસ્પેલ મૂકાઇ છે. આ વિશે એસોસિએટ સિનિયર ફેકલ્ટી પ્રવિણસિંહ સોલંકીએ કહ્યું કે, 'કન્સ્ટ્રક્શન એન્ડ ફેબ્રિકેશન' ના એક સપ્તાહના મોડયુલ દરમિયાન શાળાના બાળકો માટે સસ્તું અને પર્યાવરણને નુકસાન ન કરે તેવા કાર્ડબોર્ડ મટીરિયલ્સની મદદથી અને સાદા મેટલ રિવેટ્સના ઉપયોગથી ફર્નિચર તૈયાર કર્યું છે. આ ફર્નિચર માર્કેટ કરતાં ઘણી ઓછી કિંમતે તૈયાર થયું છે. શાળાના બાળકોને આ ફર્નિચરનો ઉપયોગ કરે તો તેમણે પીઠનો દુખાવો કે પછી થતો નથી સાથે કન્ફર્ટેબલ બેસી શકે છે. આ એક્ઝિબિશન 16 ઓક્ટોબર સુધી સવારે 10 થી 8 ખૂલ્લું રહેશે. 

બન્ને બાજુ ફરી શકે તેવું ટેબલ તૈયાર કર્યું 

કાર્ડ બોર્ડ મટીરિયલ્સથી સ્કૂલમાં ઉપયોગી થઇ શકે તેવા સસ્ટેનેબલ ફર્નિચર ડિઝાઇન કર્યા 2 - imageકાર્ડ બોર્ડની મદદથી બાળકને લખવામાં સરળતા રહે અને બન્ને બાજુ ફરી શકે તેવું ટેબલ અને બેન્ચ બનાવી છે. આ પ્રકારના ફર્નિચરને લીધે બાળકોને પીઠ પર પ્રેશર આવતું નથી અને તેને લીધે સારી રીતે લખી શકે છે. પેકેજિંગ સામગ્રીની મદદથી આ ફર્નિચર તૈયાર કર્યું છે જે પર્યાવરણને નુકસાન કરતું નથી. - પ્રસાદ ખૈરે

બાળકો સરળ રીતે હોમવર્ક કરી શકે તેવું સ્ટુલ, રેક અને ડ્રો-કેબિન બનાવ્યું 

કાર્ડ બોર્ડ મટીરિયલ્સથી સ્કૂલમાં ઉપયોગી થઇ શકે તેવા સસ્ટેનેબલ ફર્નિચર ડિઝાઇન કર્યા 3 - imageવર્કશોપમાંથી જે શીખ્યા તેને આધારે રિ-સાયક્લિંગ થઇ શકે તેવા સસ્ટેનેબલ ફર્નિચરને તૈયાર કરવાનું કામ કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સ્ટુલ, રેક અને ડ્રો-કેબિન બનાવ્યું છે. આ ફર્નિચર 5 થી 8 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. બાળકો સ્કૂલમાં કન્ફર્ટેબલ રીતે ડ્રોઇંગ કરી શકે તેવું ડ્રો-કેબિન ફર્નિચર તૈયાર કર્યું છે. આ ફર્નિચર ઘણું મજબૂત છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી જે એક બેનિફિટ કહી શકાય છે.- પ્રણવ જત્યાની


Tags :