સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો, તાત્કાલિક સુનાવણી કરવાની માગ
Somnath Demolition Matters in High Court : સોમનાથમાં કોઈ પણ નોટિસ વગર કરવામાં આવી રહેલા ડિમોલિશન સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ચીફ જજ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માગ કરવામાં આવી હતી. આ મુદ્દે ચીફે જસ્ટિસે આજે રજૂઆત કરવા જણાવ્યું હતું.
સોમનાથમાં દબાણ હટાવી 102 એકર જમીન ખુલ્લી કરાઈ
સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 9 મસ્જિદ સહિત 45 પાકા મકાનોને તોડી પાડી 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોના ટોળા એકત્ર થતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરાઈ હતી.
જ્યારે મેગા ડિમોલીશનની કામગીરીમાં 50 ટ્રેક્ટર, 58 જેસીબી, 18 ડમ્પર, 5 હિટાચી, 4 હાઈડ્રા, 2 એમ્બ્યુસન્સ સહિતના સાધનો સાથે રાખવામાં આવ્યા હતા.
કલેક્ટર સહિતના પોલીસ અધિકારી સ્થળ પર હાજર
મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો સહિત અન્ય વિભાગના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યા હતા. જ્યારે ડિમોલીશન દરમિયાન પાંચ કિલોમીટરના વિસ્તારમાં અવરજવર બંધ કરાઈ હતી. આ દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિના ભેગા ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે.