Get The App

રાજ્યમાં 13 સ્થળે GST વિભાગના દરોડા, ભાજપ-કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણાઓ પર પણ તપાસ

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
રાજ્યમાં 13 સ્થળે GST વિભાગના દરોડા, ભાજપ-કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણાઓ પર પણ તપાસ 1 - image


GST Raids : ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના બે નેતાઓને ત્યાં GSTના દરોડા પાડવામાં આવ્યાં છે. મળતી માહિતી પ્રામણે GSTની આઠથી વધુ ટીમ દ્વારા રાજ્યમાં ગીર સોમનાથ, ભાવનગર સહિત 13 સ્થળો પર ગેરકાયદે બાંધકામ અને ટેક્સ ભરવામાં ગડબડ કરનારા સામે તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચો : વડોદરા દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા, 1000 ઘર, 45 કિ.મીના 1100 સીસીટીવી ફંફોળ્યા

રાજ્યમાં 13 સ્થળે GST વિભાગના દરોડા, ભાજપ-કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણાઓ પર પણ તપાસ 2 - image

ભાવનગરમાં કન્ટ્રક્શન કંપનીમાં અમદાવાદ એસઓજીના દરોડા

ભાવનગરની એક કન્ટ્રક્શન કંપનીમાં અમદાવાદ એસઓજી પોલીસ અને GSTની સયુંક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં. ભાવનગર બોગસ બિલિંગનું હબ છે. GSTને લગતી પોલીસ ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ છે, તેના પગલે પોલીસ અને GSTની સયુંક્ત તપાસ હાથ ધરાઈ, અમદાવાદ એસઓજી પોલીસે વાઘાવાડી રોડ પરના સુરભી મોલમાં આવેલી ઓમ કન્ટ્રક્શન કંપની ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મળતી માહિતી મુજબ, સમગ્ર મામલે પોલીસે 420, 406, 409 કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News