સમગ્ર ભારતમાં ફકત એક જ મતદાર ધરાવતું ગીર જંગલમાં બાણેજ બૂથ
આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી થશે : ભારતમાં 25 મી જાન્યુઆરીએ 1950 ની સાલમાં ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી
પ્રભાસપાટણ, : સમગ્ર ભારતમાં 25મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. ગીર સોમનાથનીચોકસી કોલેજમાં ઉજવણી કરવાનું આયોજન ઘડાયું છે.ગીર સોમનાથ જિલ્લામાં 9,85,446 મતદારો, 2011ની સાલથી 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવાય છે ભારતમાં 25 મી જાન્યુઆરીએ 1950 ની સાલમાં ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. 2010 ની સાલમાં કેપ્ટન ચાંદ નામના એક મતદારે ચૂંટણીપંચ સ્થાપના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવા સૂચન કર્યું હતું. જેનો પંચે સ્વીકાર કર્યો હતો અને 25 જાન્યુઆરી 2011 ની સાલથી અમલીકરણ શરૂ કર્યું હતું. આ દિવસે નવા નોંધાયેલા મતદારોનું સન્માન, આઈડી.કાર્ડનું વિતરણ, વગેરે કાર્યક્રમો યોજાયા છે.
એક સમયે સમગ્ર ભારતમાં ગીર સોમનાથ જિલ્લામાં ફકત એક જ મતદારનું બાણેજ મતદાન મથક હતું. ગીર સોમનાથ જિલ્લામાં બનેલી અદ્યતન મતદાર યાદીમાં જિલ્લાના 9,85,446 મતદારો છે. 33415 ઉમેરાયા છે. 9333 મતદારો અને 480642 મહિલા મતદારો છે. વિશેષતા એ છે કે જુનાગઢના નવાબે પાકિસ્તાન સામે જોડાણ કરેલું ત્યારે રાજયની જનતાએ ભારત સાથે કહેલું છે કે પાકિસ્તાનમાં ભળવું છે. એ નક્કી કરવા મતદાન કરાયું હતું.