કરણ જોહર પર કેમ ગુસ્સે ભરાઈ ઝોયા અખ્તર, અભિનેતાઓને અપાતી ફીઝ મામલે આ સલાહ
Zoya Akhtar Angry On Karan Johar: બોલિવૂડમાં અભિનેત્રી કરતા અભિનેતાને વધુ ફી ચૂકવવામાં આવે છે. તેમજ ફિલ્મોની સાથે કલાકારોની ફીમાં પણ વધારો થાય છે. પછી બોક્સ ઓફિસ પર તેમની ફિલ્મ ન ચાલે તો તેનું નુકસાન ફિલ્મમેકર્સે ભોગવવાનું રહેતું હોય છે.
કરણ જોહર પર ગુસ્સે ભરાઈ ઝોયા અખ્તર
તાજેતરમાં ડાયરેક્ટરોની એક રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરણ જોહરે કહ્યું હતું કે પુરૂષ કલાકારોની ફીમાં ફરી એકવાર ફેરફાર કરવાની જરૂર છે. આના પર ઝોયા અખ્તરે કરણ જોહરને ટકોર કરતા કહ્યું હતું કે, 'તેઓને ખબર નહીં પડે. પણ કરણ, તારે પૈસા આપવાનું બંધ કરવું પડશે, બસ.'
ઝોયાની વાત સાંભળ્યા બાદ કરણે જવાબ આપ્યો કે, 'હવે મેં અભિનેતાઓને ઊંચી ફી આપવાનું બંધ કરી દીધું છે. જ્યારે પણ કોઈ અભિનેતા વધુ ફી માંગે છે, ત્યારે હું તેને પૂછું છું કે, તમારી છેલ્લી બે ફિલ્મો કઈ છે અને તમે કેટલી ઓપનિંગ ફિલ્મો આપી છે. આ આધારે જ તમારી ફી નક્કી કરવામાં આવશે.'
આ પણ વાંચો: ફવાદ ખાનની કમબેક ફિલ્મમાં રિદ્ધિ ડોગરા હિરોઈન હશે
ફિલ્મ 'કિલ'માં લીધો છે નવોદિત અભિનેતા
કરણે ‘કિલ’ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, ‘આ ફિલ્મમાં અમે એક નવો ચહેરો લીધો છે. આ એક એક્શન ફિલ્મ હતી અને તેની થીમ પણ ફિલ્મ જેવી જ હોવી જોઈએ. તેનું શૂટિંગ એક જ ટ્રેનમાં થવાનું હતું. તેમજ તમે આ ફિલ્મ અન્ય કોઈ પણ રીતે બનાવી શકો તેવું ન હતું. તેના કાસ્ટિંગ વિશે વાત કરતા, કરણે કહ્યું કે આ ફિલ્મના દરેક કલાકારે ફિલ્મના બજેટ જેટલા પૈસા લીધા છે.’
40 કરોડના બજેટમાં ફિલ્મ કિલ બની હતી
ફિલ્મના બજેટ વિશે વાત કરતા કરણે જણાવ્યું કે ‘આ ફિલ્મ 40 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. હવે જો કોઈ તેની ફી ફિલ્મના બજેટ કરતા વધારે લે છે તો શું તે ગેરંટી આપશે કે 40 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ 120 કરોડ રૂપિયાની કમાણી કરશે? આની કોઈ ગેરંટી નથી. અમે આ ફિલ્મમાં એક નવા અભિનેતાને કાસ્ટ કર્યો છે. હવે આપણે ફિલ્મો બનાવવા માટે આ કરવું પડશે.’