Get The App

ઝાહિર શત્રુને પગે લાગ્યો, બંનેએ સાથે ખુશી ખુશી પોઝ આપ્યા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
ઝાહિર શત્રુને પગે લાગ્યો, બંનેએ સાથે ખુશી ખુશી પોઝ આપ્યા 1 - image


- પારિવારિક વિખવાદની વાતો પર પૂર્ણવિરામ

- શત્રુ અને પૂનમ સોનાક્ષીના સાસરે પહોંચ્યા, બંને પરિવાર વચ્ચે કોઈ મનદુઃખ નહિ હોવાનું સ્પષ્ટ

મુંબઇ : શત્રુધ્ન સિંહા અને તેની પત્ની પૂનમ દીકરી સોનાક્ષીના સાસરે પહોંચ્યા હતા. ઝાહિર શત્રુ તથા પૂનમને પગે લાગ્યો હતો. શત્રુ અને ઝાહિરે સાથે સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ ઘટનાક્રમ બાદ સોનાક્ષીનો પરિવાર તેનાં ઝાહિર સાથેના લગ્નથી નારાજ હોવાની બધી ચર્ચાઓનો અંત આવી  ગયો છે. 

 શત્રુઘ્ન સિંહા  અને  ઝાહિરના પિતા પણ હસતાં હસતાં વાત કરતા જોવા મળ્યા હતા. તે પરથી બંને પરિવારો વચ્ચે કોઈ પ્રકારે મનદુઃખ હોય તેવુ ંપણ જ ણાયું  ન હતું. એ સ્પષ્ટ છે કે ઝાહિર અને સોનાક્ષીના સંબંધ બંને પરિવારે ખુશી ખુશી સ્વીકારી લીધા છે. 

શત્રુએ ગઈકાલે જ સ્પષ્ટ કર્યું હતું કે પોતે સોનાક્ષીના લગ્નમાં હાજરી આપવાનો છે. તેમણે સોનાક્ષી વિશે કોઈ આડીઅવળી ચર્ચા કરવા સામે પણ લોકોને ચેતવણી આપી હતી. 

અહેવાલો મુજબ લગ્નની વિધિઓ તા. ૨૦મીથી શરુ થઈ ગઈ છે. હલદી સેરિમની પણ યોજાઈ ચૂકી છે. તા. ૨૩મીએ રજિસ્ટર્ડ મેરેજ બાદ પાર્ટીનું આયોજન કરાયું છે. 


Google NewsGoogle News