VIDEO : સોનાક્ષીને ઝહીરે દરિયામાં માર્યો ધક્કો! બંનેની મસ્તીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Image: Facebook
Zaheer Iqbal Sonakshi Sinha Video Viral: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ બોલિવૂડના મોસ્ટ એડોરેબલ કપલ છે. બંનેનો મસ્તીભર્યો અંદાજ અને ક્યૂટ કેમેસ્ટ્રી ચાહકોના દિલ જીતી લે છે. આ વાત કોઈનાથી છુપાયેલી નથી કે પતિ-પત્ની હોવાની સાથે ઝહીર અને સોનાક્ષી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. ઝહીર પોતાની લેડી લવ સોનાક્ષી સાથે પ્રેન્ક કરવાની કોઈ તક છોડતો નથી.
હવે સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમને પણ હાસ્ય આવશે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં સોનાક્ષી બીચ પર સમુદ્રની લહેરોને એન્જોય કરતી નજર આવી રહી છે. ત્યારે ઝહીરે પાછળથી જઈને સોનાક્ષીને જોરથી ધક્કો મારી દીધો. ધક્કો લાગવા પર સોનાક્ષી પાણીમાં ધડામથી પડી. સમુદ્રમાં પાણીની લહેરો એટલી ઝડપી હતી કે સોનાક્ષી ઊભી પણ થઈ શકતી નહોતી. ખૂબ મહેનત બાદ સોનાક્ષી મુશ્કેલથી ઊભી થઈ શકી. ત્યારબાદ તે બૂમો પાડતી ઝહીરની પાછળ ભાગી. એક્ટ્રેસે તેના પતિને કહ્યું, 'હું તને મારી નાખીશ.' સોનાક્ષીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું- શાંતિથી વીડિયો પણ નહીં બનાવવા દે આ છોકરો. આ સાથે એક્ટ્રેસે ગુસ્સાવાળી ઈમોજી બનાવી. સોનાક્ષી અને ઝહીરના મસ્તીભર્યા અંદાજને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે સોનાક્ષી અને ઝહીર પરફેક્ટ મેચ છે.
સોનાક્ષી-ઝહીરે આ વર્ષે જૂનમાં સાદગીથી લગ્ન કર્યાં હતા. લગ્ન બાદથી બંને વેકેશન પર રહેતાં નજર આવે છે.