Get The App

સોનાક્ષી સાથે ભાગીને લગ્ન કરવા માગતો હતો ઝહીર ઈકબાલ પરંતુ...

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
સોનાક્ષી સાથે ભાગીને લગ્ન કરવા માગતો હતો ઝહીર ઈકબાલ પરંતુ... 1 - image


Image Source: Twitter

Zaheer Iqbal Wanted Elope To Marry Sonakshi: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને આજે એક મહીનો પૂરો થઈ ગયો છે. બંનેએ ખૂબ જ સાદગીથી રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. બંનેના લગ્ન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે, તે બંને અલગ-અલગ ધર્મથી છે. સોનાક્ષી સિન્હા હિન્દુ છે અને ઝહીક ઈકબાલ મુસ્લિમ છે. બંનેએ પોતાના પરિવારની મંજૂરીથી એક-બીજા સાથે લગ્ન કર્યા છે. લગ્નના એક મહિના બાદ ઝહીરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, હું સોનાક્ષી સાથે ભાગીને લગ્ન કરવા માગતો હતો. 

23 જૂને જ્યારથી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નના સમાચાર આવ્યા ત્યારથી લોકો એ જાણવા માટે આતુર હતા કે, બંનેના લગ્ન કેવી રીતે થશે? હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે 7 ફેરા લેશે કે પછી ઈસ્લામ પ્રમાણે નિકાહ કરશે. સોનાક્ષી અને ઝહીરે રીત-રિવાજો પર ધ્યાન આપ્યા વિના રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્નના એક મહિના પછી ઝહીરે ખુલાસો કર્યો છે કે હું સોનાક્ષીને તેના ઘરથી ભગાડવા માગતો હતો છે પરંતુ મામલો બગડી ગયો.

સોનાક્ષી સાથે ભાગીને લગ્ન કરવા માગતો હતો ઝહીર

એક્ટરે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે આ પ્લાન કેમ ફેલ થયો. જ્યારે એક્ટરને પૂછવામાં આવ્યું કે કેમ તેણે સિમ્પલ લગ્ન કરવાનો નિર્ણય લીધો? તેના જવાબમાં એક્ટરે કહ્યું કે, હું તો સોનાક્ષી સાથે અહીંથી ભાગીને લગ્ન કરવા માગતો હતો. કોઈ બીજા દેશમાં જતા રહીને ત્યાં લગ્ન કરી લીધા બાદ અહીં આવી જવાનો પ્લાન હતો.

ભાગીને લગ્ન કરવાનો પ્લાન કેમ ફેલ થયો 

ઝહીર ઈકબાલે આગળ કહ્યું કે, મને પછી ખબર પડી કે ભારતમાં તે લીગલ નથી. અમે બંને લાસ વેગાસ જઈને લગ્ન ન કરી શકીએ.  કારણ કે તે ભારતમાં તે ગેરકાયદેસર છે. પરંતુ સોનાક્ષી હંમેશા કહેતી હતી કે હું ઈન્ટીમેટ વેડિંગ કરવા ઈચ્છું છું. સોનાક્ષીએ આગળ મસ્તી કરતાં કહ્યું કે, અને આ રીતે ઝહીરનો પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ ગયો.

કેમ કર્યા સિમ્પલ લગ્ન

સોનાક્ષીએ આગળ કહ્યું કે, હું હંમેશાથી સિમ્પલ વેડિંગ કરવા માગતી હતી અને વાત સાંભળીને ઝહીર પણ ખુશ થયો. અમે બંને ખુશ છીએ કે, અમારા લગ્નમાં અમારા નજીકના મિત્રો અને પરિવારના લોકો હાજર રહ્યા. કપલે આગળ કહ્યું કે, અમે હંમેશાથી ઈચ્છતા હતા કે, અમારા લગ્નમાં એ લોકો સામેલ થાય જે લોકો અમારા જીવનનો હિસ્સો છે. 

પાર્ટી પાછળનું કારણ?

લગ્ન બાદ યોજવામાં આવેલી ગ્રાન્ડ પાર્ટી અંગે પણ બંનેએ વાત કરી. એક્ટ્રેસે કહ્યું કે, અમે બંને આ લગ્ન બાદ ગ્રાન્ડ પાર્ટી કરવા માગતા હતા. સોનાક્ષીએ આગળ કહ્યું કે, 'ભાઈ પાર્ટી તો બનતી હૈ'.. કારણ કે ઝહીર અને સેનાના લગ્ન હતા. 


Google NewsGoogle News