એલ્વિશ યાદવને મળ્યા જામીન: કોબ્રા કાંડમાં પાંચ દિવસમાં જેલમાં વિતાવ્યા બાદ હવે આવશે બહાર

એલ્વિશને 50000 રુપિયાના બે જામીન બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા છે

5 દિવસ લકસર જેલમાં વિતાવ્યા બાદ હવે તે ઘરે પરત ફરશે.

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
એલ્વિશ યાદવને મળ્યા જામીન: કોબ્રા કાંડમાં પાંચ દિવસમાં જેલમાં વિતાવ્યા બાદ હવે આવશે બહાર 1 - image

મશહૂર  YouTuber અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ સાપ અને સાપના ઝેરની ખરીદી અને વેચાણના કેસમાં ફસાયલો છે. ગત શુક્રવારે NDPSની નીચલી કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એલ્વિશને 50000 રુપિયાના બે જામીન બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા છે. 5 દિવસ લકસર જેલમાં વિતાવ્યા બાદ હવે તે ઘરે પરત ફરશે. આ સમાચાર સાંભળ્યા બાદ એલ્વિશ આર્મીમાં ઉજવણીનો માહોલ છે. નોઈડા પોલીસે એલ્વિસ યાદવને NDPS એક્ટ અને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન હેઠળ જેલમાં મોકલી આપ્યો હતો.

એલ્વિશના વકીલોએ શું કહ્યું?

એલ્વિશના વકીલ પ્રશાંત રાઠીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, કોર્ટને જણાવ્યું છે કે એલ્વિશને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેની પાસેથી એનડીપીએસ એક્ટ હેઠળની કોઈ સામગ્રી મળી આવી નથી. રાહુલ, જેની પાસેથી પોલીસને ઝેર મળી આવ્યું હતું, તેને પહેલા જ જામીન મળી ચૂક્યા છે.

5 દિવસથી જેલમાં બંધ હતો એલ્વિશ

પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવ છેલ્લા 5 દિવસથી ગ્રેટર નોઈડાની લક્સર જેલમાં બંધ હતો. ગુરુવારે વકીલોએ જામીન માટે અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આરોપો અને કલમોને પર્યાપ્ત માની નથી અને જામીન આપવાનો નિર્ણય કર્યો છે. એલ્વિસ યાદવને શુક્રવારે મોડી રાત્રે મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

નોઈડા પોલીસે અગાઉ 5 લોકોની કરી હતી ધરપકડ

બિગ બોસ OTT 2 જીત્યા બાદ એલ્વિશ હેડલાઇન્સમાં હતી. તેમની લોકપ્રિયતા પહેલા કરતા વધી ગઈ હતી. થોડા મહિના પહેલા એલ્વિશ તેના મિત્રો સાથે એક રેવ પાર્ટીમાં નજર આવ્યો હતો. આ પાર્ટીમાં તે પોતાના મિત્રો સાથે દુર્લભ સાપને ગળામાં નાખીને ડાન્સ-પાર્ટી એન્જોય કરતો નજર આવ્યો હતો. આ મામલે નોઈડા પોલીસે 2 નવેમ્બર 2023ના રોજ નોઈડાના સેક્ટર 51ના સેવરોન બેંક્વેટ હોલમાંથી  5 લોકોની ધરપકડ કરી હતી. કુલ 9 સાપ મળી આવ્યા હતા. જેમાં 5 કોબ્રા, 1 અજગર, 2 બે મોઢાવાળા સાપ અને એક રેડ સ્નેક સામેલ હતા.

પૂછપરછમાં તે વખતે આરોપીઓએ જણાવ્યું હતું કે, સાપના ઝેરનો ઉપયોગ રેવ પાર્ટીમાં કરવામાં આવે છે. FIRમાં એલ્વિશ યાદવને આરોપી બનાવવામાં આવ્યો હતો. હવે એલ્વિશે એ વાત કબૂલી છે કે, તે પાર્ટીમાં સામેલ લોકો સાથે તે પહેલાથી સંપર્કમાં હતો. 



Google NewsGoogle News