શું તમારે YouTube પર VIDEO શેર કરી વધુ વ્યૂઝ મેળવવા છે, તો જાણો ટાઈમ એન્ડ ટીપ્સ
યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરવા માટે સારો ટાઈમ સવાર 6 વાગ્યે, 9 વાગ્યે અને 12 વાગ્યે અપલોડ કરવો યોગ્ય કહેવાય છે
આજના સમયમાં કેટલાક લોકો સોશિયલ મીડીયા અને યૂટ્યૂબ પરથી પૈસા કમાવવા લાગ્યા છે. કેટલાકને આ કામમાં સફળતા હાથ લાગી ગઈ છે, તો કેટલાક હજુ પણ ઘણી મહેનત અને કોશિશ કરી રહ્યા છે છતાં પણ સફળતા નથી મળી રહી. હકીકતમાં તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાથી એક કારણ એ છે ટાઈમસર વીડિયો અપલોડ કરવામાં નથી આવતો. યૂટ્યૂબમાંથી કમાણી કરવા માટે આ ખૂબ જ જરૂરી છે કે તમે તમારા વીડિયોને એક ચોક્કસ સમયે અપલોડ કરો.
યૂટ્યૂબ પર કોઈ ચોક્કસ સમયે વીડિયો અપલોડ કરવામાં આવે તો તેનાથી તમારા વીડિયોમાં લાઈક અને વ્યૂઝ સાથે સાથે ફોલોવર્સ પણ વધશે. જો તમે પણ યૂટ્યૂબ દ્વારા કમાણી કરવા માંગતા હોવ તો વીડિયો કન્ટેન્ટ બનાવવાનું શરુ કરી દો અને તમારા વીડિયોના ફોલોઅર્સ વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.
વીડિયોના વ્યૂઝ વધારવા મહત્ત્વનું છે ટાઈમ અને કન્ટેન્ટ
યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરવાનો પરફેક્ટ સમય પાછળ મહત્ત્વનું કારણ છે,જ્યારે તમારા વ્યૂઅર્સ એક્ટિવ હોય છે. તે વિશેની માહિતી યૂટ્યૂબ પર એનાલિસિસ કરવાથી મળશે. તેના માટે તમારે કેવા પ્રકારનું કન્ટેન્ટ લાવવું જોઈએ, તેમજ ક્યા પ્રકારના વ્યૂઅર્સ છે અને ક્યા સમયે ફ્રી થઈને તમારા વીડિયોની વિઝિટ કરશે. જોકે તેના માટે કેટલાક બેઝિક ટાઈમનો અંદાજો લગાવી શકો છો.
યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ
યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરવા માટે સારો ટાઈમ સવાર 6 વાગ્યે, 9 વાગ્યે અને 12 વાગ્યે અપલોડ કરવો યોગ્ય કહેવાય છે, કારણ કે આ સમયે સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ રહેતા હોય છે. આ સિવાય સાંજની વાત કરીએ તો 3 વાગ્યે અને 6 વાગ્યે વીડિયો અપલોડ કરવો એ સારો ટાઈમ કહેવાય છે. આ સિવાય રાતના 9 વાગ્યે અને 11 વાગ્યે પણ લોકો ફ્રી થઈને વીડિયો જોવા પસંદ કરે છે. એટલે તમે આ ટાઈમે વીડિયો અપલોડ કરીને સારા વ્યૂ મેળવી શકો છો.
આ ઉપરાંત વીકએન્ડમાં આ સમય થોડો ઉપર- નીચે થઈ શકે છે. પરંતુ તેના વિશે ચોક્કસ અંદાજો તમે તમારી ચેનલ અને વ્યૂઅર્સનું એનાલિસિસ કરીને લગાવી શકો છો.
તમારા વિડિયોમાં ક્રિએટિવિટી પણ હોવી જોઈએ
યુટ્યુબમાંથી પૈસા કમાવવા અને લાઈક-વ્યુઝ વધારવા માટે તમારા કન્ટેન્ટની ગુણવત્તા સારી હોવી જરુરી છે. આ સાથે જે ટ્રેન્ડમાં ચાલતું હોય તેને અનુસરવું જોઈએ. ઉપરાંત તમારે વીડિયો અપલોડ કરવાના સમય પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. વીડિયોનો ફેલાવો વધારવા માટે એ પણ જરૂરી છે કે તમે aone ચેનલ પર સતત કંઈકને કંઈક પોસ્ટ કરતા રહો. તેમજ તમારા વિડિયોમાં યૂનિક અને ક્રિએટિવિટીવાળો પણ હોવો જોઈએ