હવે યુઝર્સ YouTube Shortsમાં મ્યુઝિક વીડિયો ઉમેરી શકશે, જાણો 4 નવા ફીચર્સ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
હવે યુઝર્સ YouTube Shortsમાં મ્યુઝિક વીડિયો ઉમેરી શકશે, જાણો 4 નવા ફીચર્સ 1 - image


YouTube Shorts: YouTube એ તાજેતરમાં તેના વિડીયો ક્રિએટર્સ માટે 'રીમિક્સ' નામનું એક નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ તેમના મનપસંદ કલાકારોના મ્યુઝિક વીડિયોને તેમના શોર્ટ્સમાં એડ કરી શકે છે.

આ 'રીમિક્સ' ફીચરમાં 4 ટૂલ છે ખાસ 

1. સાઉન્ડ

આમાં યુઝર મ્યુઝિક વીડિયોમાંથી માત્ર સાઉન્ડ પણ લઇ શકે છે. તેમજ આ સાઉન્ડનો ઉપયોગ કરીને શોર્ટ્સ બનાવી શકે છે. 

2. ગ્રીન સ્ક્રીન

રીઅલ-ટાઇમ રીએક્શનનો અનુભવ મેળવવા માટે યુઝર પોતાના શોર્ટમાં બેકગ્રાઉન્ડ તરીકે મ્યુઝિક વીડિયોનો ઉપયોગ કરી શકશે. આથી બેકગ્રાઉન્ડ વાપરવાની મંજૂરી પણ આપવામાં આવશે. 

3. કટ ફીચર

યુઝર્સ 5 સેકન્ડ લાંબી ક્લિપ્સ કાપીને આ ફીચર દ્વારા તેના શોર્ટ્સમાં એડ કરી શકે છે.

4. કોલાબ 

આ ટૂલ વડે યુઝર્સ મ્યુઝિક વીડિયોની સાથે પોતાના વીડિયો પણ કોલાબ શકશે. યુટ્યુબનું કહેવું છે કે આ ફીચર હેઠળ યુઝર્સ શોર્ટમાં કલાકાર સાથે કોરિયોગ્રાફ કરી શકે છે.

હવે યુઝર્સ YouTube Shortsમાં મ્યુઝિક વીડિયો ઉમેરી શકશે, જાણો 4 નવા ફીચર્સ 2 - image


Google NewsGoogle News