શું શાહરુખ ખાને ખરેખર લાફો માર્યો હતો? યો યો હની સિંહે નવ વર્ષ બાદ કરી સ્પષ્ટતા
Honey Singh On Shah Rukh Khan: સિંગર એને રેપર હની સિંહ હાલમાં પોતાની ડોક્યુમેન્ટ્રી 'યો યો હની સિંહ: ફેમસ' ને લઈને ચર્ચામાં છે. મોજેજ સિંહ નિર્દેશિત અને ગુનિત મોંગા દ્વારા નિર્મિત આ ડોક્યુમેન્ટ્રીમાં હની સિંહે પોતાની પર્સનલ લાઈફ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે એક ટૂર દરમિયાન શાહરૂખ ખાન દ્વારા તેને લાફો મારવાની ઘટના પર પણ સ્પષ્ટતા આપી છે.
તમને જણાવી દઈએ કે, અફવાઓ ફેલાઈ હતી કે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને એકવાર તેના યુએસ ટૂર દરમિયાન રેપર હની સિંહને લાફો માર્યો હતો, જેના કારણે તેને માથામાં ટાંકા આવ્યા હતા. જો કે, પોતાની હાલની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'યો યો હની સિંહ: ફેમસ'માં રેપરે આ બધી અફવાઓને નકારી કાઢી અને ખુલાસો કર્યો કે, હકીકતમાં શું થયુ હતું. હની સિંહે કહ્યું કે, હવે નવ બાદ હું તમને જણાવવા જઈ રહ્યો છું કે, હકીકતમાં શું થયું. હની સિંહે કહ્યું કે, કોઈને નથી ખબર કે હવે હું કેમેરા સામે શું જણાવવા જઈ રહ્યો છું.
આ પણ વાંચો: ધોની મુશ્કેલીમાં, સરકારી જમીન પર બનાવેલા મકાનનો કોમર્શિયલ ઉપયોગ મામલે તપાસ બેસાડાઈ
હની સિંહે નવ વર્ષ બાદ કરી સ્પષ્ટતા
'અંગ્રેજી બીટ' સિંગરે ખુલાસો કર્યો કે, કોઈએ અફવા ફેલાવી દીધી હતી કે, શાહરૂખ ખાને મને લાફો મારી દીધો હતો. તે માણસ મને પ્રેમ કરે છે, તે ક્યારેય મારા પર હાથ નહીં ઉઠાવે. હની સિંહે આગળ કહ્યું કે, જ્યારે તેઓ મને શો માટે શિકાગો લઈ ગયા હતા ત્યારે મેં કહ્યું કે હું પરફોર્મ કરવા નથી માગતો.' મને ખાતરી હતી કે હું આ શો નહીં કરી શકું, હું મરી જઈશ. બધાએ મને કહ્યું કે મારે તૈયાર થઈ જવું જોઈએ પરંતુ મેં ઈનકાર કરી દીધો. મારા મેનેજર આવ્યા અને કહ્યું કે તું તૈયાર કેમ નથી થઈ રહ્યો? મેં કહ્યું કે હું નથી જઈ રહ્યો અને ત્યાર પછી હું વોશરૂમમાં ગયો ટ્રીમર લીધુ અને મારા વાળ કાપી નાખ્યા. પછી મેં કહ્યું કે, હવે હું કેવી રીતે પરફોર્મ કરીશ? જોકે મારી ટીમે મને ટોપી પહેરીને પરફોર્મ કરવા માટે કહ્યું. ત્યારબાદ મેં ત્યાં એક કોફી મગ પડ્યો હતો એ ઉઠાવીને મારા માથાં પર મારી દીધો.
હની સિંહની બહેન થઈ ઈમોશનલ
હની સિંહની સાથે તેની બહેન પણ ડોક્યુમેન્ટ્રી સીરીઝમાં સામેલ હતી. તે પણ તે ઘટનાને યાદ કરતા ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, હું મારા રૂમમાં હતી. તેણે મને મેસેજ કર્યો કે મારી સાથે કંઈક ઠીક નથી થઈ રહ્યું. તેણે કહ્યું કે શું તું સ્કાયપે પર આવી શકે થે. અને પછી તેણે કહ્યું કે, 'પ્લીઝ મને બચાવી લે, ગુડિયા પ્લીઝ મને બચાવી લે.' અને પછી તેણે ફોન કાપી નાખ્યો. હું (તેની પૂર્વ પત્ની) શાલિની સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી.
હનીની બહેને આગળ કહ્યું કે, 'તેણે મને કહ્યું કે હું આ શો કરવા માગુ છું. તમે તેને આ શો કરવા માટે મનાવી લીધો. મેં કહ્યું હું તે ન કરી શકું. તેણે મને કહ્યું કે તેની તબિયત સારી નથી અને કંઈક ખરાબ થઈ રહ્યું છે. ત્રણ કલાક સુધી તેની સાથે કોઈ સંપર્ક ન થઈ શક્યો. ત્રણ કલાક પછી, મને કહેવામાં આવ્યું કે તે હોસ્પિટલમાં છે અને તેના માથામાં ટાંકા આવ્યા છે.
'યો યો હની સિંહઃ ફેમસ'નું નિર્દેશન મોજેજ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે, આ ડોક્યુમેન્ટ્રીમાં હની સિંહની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફના પહેલા ક્યારેય ન જોયેલી ક્ષણોને બતાવવામાં આવી છે.