કોમેડિયન કૃષ્ણાનો મામા ગોવિંદા સાથેના ઝઘડાનો વર્ષો પછી અંત, કહ્યું - હું એમની મન્નતને કારણે જ જન્મ્યો...
Image: Facebook
Krushna Abhishek and Govinda Reunite: કોમેડિયન કૃષ્ણા અભિષેક પોતાના મામા ગોવિંદાથી ખૂબ પ્રેમ કરે છે. આ વાતમાં કોઈ શંકા નથી. હવે બંનેની વચ્ચે છેલ્લા સાત વર્ષોથી ચાલી રહેલી લડતનો પણ અંત થઈ ગયો છે. લડાઈ ખતમ થયા બાદ મામા-ભાણેજની જોડી 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' પર નજર આવવાની છે.
કોમેડિયન કૃષ્ણા અભિષેક પોતાના મામા ગોવિંદાથી ખૂબ પ્રેમ કરે છે. આ વાતમાં કોઈ શંકા નથી. હવે બંનેની વચ્ચે છેલ્લા સાત વર્ષોથી ચાલતી લડાઈનો પણ અંત આવી ગયો છે. આ લડાઈ ખતમ થયા બાદ મામા-ભાણેજની જોડી 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' પર નજર આવવાની છે. બંનેને સાથે નાચતા અને મસ્તી કરતાં જોવામાં આવશે.
આ પણ વાંચો: કલ્કિ ટૂનું 35 ટકા શૂટિંગ થઈ ગયું, દીપિકા ફરી માતા તરીકે દેખાશે
કૃષ્ણાએ આ અંગે કહ્યું, 'મેં સ્ટેજ પર પણ કહ્યું છે કે મારો સાત વર્ષનો વનવાસ ખતમ થઈ ગયો. અમે સાથે છીએ, અમે ડાન્સ કર્યો અને ખૂબ મસ્તી કરી. એક વાત છે જે કોઈ જાણતું નથી કે મારો જન્મ તેમની મન્નતના કારણે જ થયો છે. તેમણે વૈષ્ણોદેવીમાં મારા માતા માટે મન્નત માગી હતી કે તેમને બાળક જન્મે અને હું મારા પેરેન્ટ્સના લગ્નના 10 વર્ષ બાદ જન્મ્યો હતો, તે મન્નત બાદ. મામા સાથે થયેલી દુર્ઘટના પરિવારને સાથે લાવી. મામાના પગમાં ઈજા પહોંચ્યા બાદ બાબતો બદલાઈ ગઈ. જ્યારે આ દુર્ઘટના ઘટી તો હું શો માટે સિડનીમાં હતો. મે તો મારા ઓર્ગેનાઈઝરને શો કેન્સલ કરવા માટે કહી દીધું હતું કેમ કે મારે પરત ફરવું હતું મને નહોતી ખબર કે મામલો કેટલો ગંભીર છે પરંતુ કાશ્મીરા અહીં હતી અને તે પરિવારની પહેલી સભ્ય હતી જે હોસ્પિટલ પહોંચી અને તેમને મળી. તેમણે કાશ્મીરા સાથે ખૂબ સારું વર્તન કર્યું.’
આ અંગે કૃષ્ણાએ માહિતી આપતા કહ્યું કે, ‘ICUમાં તેમણે કાશ્મીરા સાથે થોડી વાતચીત કરી. લોહીનો સંબંધ લોહીનો જ હોય છે. મને ખબર હતી કે એક દિવસ બધું જ ઠીક થઈ જશે. મને એ નહોતી ખબર કે તેમને ગોળી વાગવા પર આવું થશે પરંતુ હું ખુશ છું કે તે હવે ઠીક છે, નાચી રહ્યાં છે. હું એક-બે વખત મામાના ઘરે ગયો ત્યારે ટીનાને મળ્યો. તેણે ખૂબ સારું વર્તન કર્યું. બિલકુલ ભાઈ-બહેન મળે છે તેવું જ. એવું લાગ્યું નહીં કે અમે ખૂબ સમય બાદ મળી રહ્યાં છીએ. મારા મામી સાથે હજુ વાત થઈ નથી પરંતુ હું શ્યોર છું કે તે પણ ઠીક હશે. જો મામા, કપિલના શો પર આવ્યા છે તો મામી ખુશ જ હશે કેમ કે તેઓ એક્ટરના વર્ક કમિટમેન્ટ્સને જુએ છે નહીંતર તે શો ને કે પછી મને ના કહી દેત.'