યશ આ સપ્તાહથી રામાયણ માટે શૂટિંગ શરૂ કરશે
- ટોક્સિકનાં શૂટિંગમાંથી એક મહિનો બ્રેક લેશે
- રાવણની ભૂમિકા માટે શૂટિંગ પહેલાં ઉજ્જૈન જઈ મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં
મુંબઈ : યશ 'રામાયણ'માં રાવણના રોલ માટે તેનું શૂટિંગ આ સપ્તાહથી શરુ કરે તેવી સંભાવના છે. યશ આ ફિલ્મનો કો પ્રોડયૂસર પણ છે. ફિલ્મમાં ભગવાન શ્રી રામની ભૂમિકા રણબીર કપૂર અને સીતા માતાની ભૂમિકા સાઈ પલ્લવી ભજવી રહ્યાં છે. જ્યારે સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં છે. યશ હાલ તેની 'ટોક્સિક' ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે, તેણે તેનાં શિડયૂલમાંથી બ્રેક લીધો છે અને હવે એક મહિનો 'રામાયણ'ના શૂટિંગ માટે ફાળવવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 'રામાયણ'ના રાવણ તરીકેનું શૂટિંગ શરુ કરતાં પહેલાં યશ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના દર્શને પણ પહોંચ્યો હતો. ત્યાંથી તે મુંબઈ આવી શૂટિંગમાં જોતરાઈ જશે. આ ફિલ્મનો પહેલો ભાગ આવતાં વર્ષે દિવાળીએ રીલિઝ થવાની સંભાવના છે. જ્યારે બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીએ રીલિઝ થશે તેવી અપેક્ષા છે.