સબસે બડા યોદ્ધા માં હોતી હૈ...' રોકી ભાઈએ KGFના હૃદયસ્પર્શી સીનના આઈડિયા વિશે ફોડ પાડ્યો
KGF : વર્ષ 2018માં રિલીઝ થયેલી 'KGF ચેપ્ટર 1' માં કન્નડ સિનેમાના રોકિંગ સ્ટાર યશને જોયા પછી આખું ઈન્ડિયા તેનું ચાહક બની ગયું. સિનેમાની સ્ક્રીન પરના સૌથી આઇકોનિક ગેંગસ્ટર કેરેક્ટર પૈકીના એક એવા રોકી ભાઈની ભૂમિકા ભજવનાર યશના એક એક સીન અને એક-એક ડાયલોગ સાથે દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું હતું. લોકો ફિલ્મના એક ડાયલોગને ક્યારેય ભૂલી શકતા નથી, જ્યારે એક નાના બાળકની માતાને સંઘર્ષ કરતી જોઈ યશનું પાત્ર તેની ગેંગસ્ટર સ્ટાઈલમાં તેની મદદ કરે છે અને કહે છે - 'સૌથી મોટી યોદ્ધા માતા છે.'
'KGF ચેપ્ટર 1' જોયા પછી ચાહકો તેનો આગળનો ભાગ જોવાની આતુરતા એટલી બધી ફેલાઈ ગઈ કે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ભારતીય સિનેમાની ચોથી સૌથી મોટી ફિલ્મ બની ગઈ. આજે યશ ભારતીય સિનેમાના સૌથી મોટા નામોમાંનું એક છે અને તેની એક આગવી સ્ટાઈલ છે. તેમના નામ સાથે એક પાવરફુલ ઓરા જોડાયેલી છે.
હવે યશ પોતાની આગામી ફિલ્મ 'ટોક્સિક'માં નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક ગીતુ મોહનદાસ સાથે કામ કરી રહ્યો છે. ગીતુના પતિ રાજીવ રવિ જે પોતે એક સારા ડાયરેક્ટર છે, તે 'ટોક્સિક' ના D.O.P. છે. જ્યારે આટલા બધા સર્જનાત્મક લોકોમાં મતભેદ હોય ત્યારે શું યશ જેવા પાવરફુલ માણસની સામે લોકો પોતાનો મત વ્યક્ત કરી શકે?
KGFમાં માતાના હૃદયસ્પર્શી સીનનો આઈડિયા આ રીતે આવ્યો
યશે એક ઈન્ટરવ્યુમાં આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, તે સેટ પર સૌથી નાનું સ્થાન ધરાવતા વ્યક્તિ પાસેથી પણ આઈડિયા લેવા તૈયાર છે." આ કહેતી વખતે તેમણે 'KGF ચેપ્ટર 1' મા માતાના હૃદયસ્પર્શી સીનનો આઈડિયા કેવી રીતે આવ્યો તેના વિશે વાત કરી હતી અને તેનો વિચાર પ્રોડક્શન સાથે સંકળાયેલી વ્યક્તિએ આપ્યો હતો.
દરેક નવા આઈડિયા માટે તૈયાર છે યશ
યશે કહ્યું કે, જો સ્ક્રિપ્ટને લઈને દરેક વ્યક્તિ ઈમાનદાર રહે તો કોઈપણ ક્રિએટિવ મતભેદ સરળતાથી ઉકેલી શકાય છે. તેમજ જ્યારે મેચ્ચોર લોકો સાથે મળીને કામ કરે છે, ત્યારે વસ્તુઓ એટલી મુશ્કેલ નથી હોતી. ભલે તેમની પાસે સ્ટારડમની શક્તિ હોવા છતાં, તે કેમેરાની સામે માત્ર એક એક્ટર છે અને તેના દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફર તેમના પહેલા દર્શકો છે. તેથી જ તે હંમેશા નવા વિચારોને આવકારે છે. મને લાગે છે કે કદાચ મેં છેલ્લા આસિસ્ટન્ટ ડિરેક્ટરને પણ જગ્યા આપું છું, જેથી કરીને તે આવીને કંઈક કહી શકે. જ્યારે તમે આ પ્રકારની જગ્યા આપો છો, ત્યારે કેટલી વાર એવું બન્યું છે કે, લોકોએ આવીને અમને કમાલમા આઈડિયા આપ્યા હતા.