યશરાજ ફિલ્મ્સને સ્વિસ એક્સેલન્સ એવોર્ડ એનાયત, સ્વિટ્ઝર્લેન્ડ પ્રત્યેના ફાળા બદલ મળ્યું સન્માન!
યશરાજ પ્રોડક્શન હાઉસના લાંબા સમયથી સ્વિટ્ઝર્લેન્ડના સાથેના રચનાત્મક સહયોગ અને સ્વિસ એક્સેલન્સને પ્રોત્સાહન આપવા બદલ આ એવોર્ડ અપાયું
Yash Raj Films production house News | ભારતના જાણીતા ફિલ્મ પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સને સ્વિસ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરાયું છે. મુંબઈમાં સ્વિટ્ઝર્લેન્ડના કોન્સુલ જનરલ માર્ટિન માયર અને સ્વિસ લર્નિંગના સંસ્થાપક અને નિર્દેશક ક્રિસ્ટોફર ઝેવિયર ક્લિવાઝની હાજરીમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયું હતું.
યશરાજ ફિલ્મ્સના સીઈઓએ રિસીવ કર્યો આ એવોર્ડ
યશરાજ પ્રોડક્શન હાઉસના લાંબા સમયથી સ્વિટ્ઝર્લેન્ડના સાથેના રચનાત્મક સહયોગ અને સ્વિસ એક્સીલન્સને પ્રોત્સાહન આપવા બદલ આ એવોર્ડ અપાયું છે. આ એવોર્ડ યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાનીએ રિસીવ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આ અમારા માટે ગર્વની ક્ષણ છે અને અમે સ્વિટઝર્લેન્ડની સરકારના આભારી છીએ કે તેમણે અમને સ્વિસ એક્સેલન્સ એવોર્ડથી એવોર્ડથી અમને સન્માનિત કર્યા. તેમણે કહ્યું કે ફિલ્મ જગતના જાણીતા ફિલ્મનિર્માતા યશ ચોપડા એક દૂરદર્શી અને રચનાત્મક વ્યક્તિ હતા.
કઇ કઈ ફિલ્મોનું શૂટિંગ સ્વિટ્ઝર્લેન્ડમાં કર્યું હતું...
યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ દ્વારા લગભગ 14 જેટલી ફિલ્મોનું સ્વિટ્ઝર્લેન્ડમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતી ફિલ્મ ડીડીએલજે સહિત ધૂમ 3, વીર ઝારા, દીલ તો પાગલ હૈ, ચાંદની અને ડરનો પણ સમાવેશ થાય છે.