Get The App

બોલિવૂડની જાણીતી હસ્તીના નામે સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલે છે ટ્રેન, ફિલ્મ જગતના અનેક ટોચના એવોર્ડથી સન્માનિત થયા

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
Chopra with his brother B. R. Chopra


Yash Chopra: યશ ચોપરા હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. દિગ્દર્શક ફિલ્મો દ્વારા દેશની સભ્યતાને વિદેશમાં લઈ ગયા. એ યશ જ હતા જેમને બોલિવૂડને રોમાન્સના બાદશાહ આપ્યા. તેઓએ ફિલ્મી પડદે પ્રેમની નવી તસવીર તૈયાર કરી. તેમણે હિન્દી સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 27 સપ્ટેમ્બરે આ મહાન દિગ્દર્શકની જન્મજ્યંતી હતી.

યશ ચોપરા એન્જિનિયર બનવા માંગતા હતા

યશ ચોપરાનો જન્મ 27 સપ્ટેમ્બર 1932ના રોજ લાહોરમાં થયો હતો, તેમનું શિક્ષણ પણ ત્યાં જ થયું. વર્ષ 1945માં તેમનો પરિવાર પંજાબના લુધિયાણામાં સ્થાયી થયો. કહેવાય છે કે જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તે એન્જિનિયર બનવા માંગતા હતા. તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા લંડન પણ જવાના હતા, પરંતુ નિયતિની બીજી યોજના હતી. તેમનું નસીબ તેમને ફિલ્મો તરફ લાવ્યું, તેઓ ફિલ્મી દુનિયાનો ભાગ બનવા મુંબઈ આવ્યા.

ફિલ્મફેરમાં શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં સૌથી વધુ વખત નોમિનેટ થવાનો રેકોર્ડ

યશ ચોપરાના નામે ઘણા એવોર્ડ છે. સિનેમામાં તેમના યોગદાન માટે તેમને ઘણા સન્માન મળ્યા છે. તેમના નામ છ નેશનલ એવોર્ડ અને આઠ ફિલ્મ ફેર એવોર્ડ છે. આ સિવાય તેમને દાદાસાહેબ ફાળકે અને પદ્મભૂષણથી પણ સન્માનિત કરાયા છે. યશ ચોપરાએ ફિલ્મફેરમાં શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં સૌથી વધુ વખત નોમિનેટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ આ કેટેગરીમાં તેમને 14 નોમિનેશન મળ્યા હતા. 

આ પણ વાંચો: 'પરિવારને ખવડાવવા 300 રૂપિયામાં એવોર્ડ વેચ્યો..' લોકપ્રિય કોમેડિયને સંઘર્ષના દિવસો યાદ કર્યા

સ્વિસ સરકાર દ્વારા યશ ચોપરાને વિશેષ સન્માન 

યશ ચોપરાના નામે પણ એક વિશેષ સન્માન છે. દિગ્દર્શકને સ્વિત્ઝરલેન્ડ ખૂબ જ પસંદ હતું. આ જ કારણ હતું કે તેમની ફિલ્મોમાં તે જગ્યાની સુંદરતા દર્શાવવામાં આવી છે. કહેવાય છે કે તેમની ફિલ્મો દ્વારા તેમણે ત્યાંના પ્રવાસનને પ્રોત્સાહન આપ્યું હતું. જેના કારણે તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું, જેમાં સ્વિસ સરકારે યશ ચોપરાની 250 કિલોની બ્રોન્ઝ પ્રતિમા સ્થાપિત કરી હતી. આ ઉપરાંત તેમના નામે સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે. સ્વિત્ઝરલેન્ડમાં યશ ચોપરાના નામ પર એક રોડ પણ છે.

વર્ષ 1959મા તેમની પ્રથમ ફિલ્મ આવી 

રિપોર્ટ અનુસાર પોતાના સપનાં પૂરા કરવા માટે તેઓ મુંબઈમાં તેમના મોટા ભાઈ બી આર ચોપરા પાસે પહોંચ્યા, જ્યાં તેઓ ફિલ્મ પ્રોડક્શનની બારીકાઈઓ શીખી. આ પછી તેમણે વર્ષ 1959મા તેમની પ્રથમ ફિલ્મ 'ધૂલ કા ફૂલ' કરી. યશ ચોપરાને આજે પણ 'ડર', 'દિલ તો પાગલ હૈ', 'વીર ઝારા', 'જબ તક હૈ જાન', 'ત્રિશૂલ', 'દીવાર' અને 'દાગ' જેવી ફિલ્મો માટે યાદ કરાય છે. યશ ચોપરા માત્ર એક ઉત્કૃષ્ટ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા જ નહોતા, પરંતુ તેઓ દેશનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ પણ ચલાવતા હતા.

આ પણ વાંચો: જાણીતી અભિનેત્રીએ એક સાથે અનેક યુવાનોને કર્યા ડેટ, કહ્યું- મને કોઈ પસ્તાવો નથી....

યશ ચોપરાની 92મી જયંતી પર સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત

યશ ચોપરાની જયંતી નિમિત્તે એક વિશિષ્ટ અને પરિવર્તનશીલ પહેલ અંતર્ગત સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરાઈ છે. આ સ્કોલરશિપ કાર્યક્રમ ખાસ કરીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યોના બાળકોને ટેકો આપવા માટે રચાઈ છે, જે ઓછી આવક ધરાવતા વર્ગમાંથી આવે છે તેમને લાભ અપાશે. આ તક ફક્ત તેવા બાળકો માટે છે, જેમના માતા-પિતા ફિલ્મ યુનિયન્સ-ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના નોંધાયેલા સભ્યો છે અને આ તક મેરિટના આધારે આપવામાં આવશે. 

આ પહેલ હેઠળ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને અન્ડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક સ્તરે તેમના અભ્યાસ માટે સંપૂર્ણ નાણાકીય સહાય પૂરી પડાશે, જેમાં માસ કોમ્યુનિકેશન, ફિલ્મ મેકિંગ, પ્રોડક્શન અને ડિરેક્શન, વિઝયુઅલ આર્ટ્સ, સિનેમેટોગ્રાફી અને એનિમેશન જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરવાની તક મળશે. જેમાં વિદ્યાર્થી દીઠ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.

બોલિવૂડની જાણીતી હસ્તીના નામે સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલે છે ટ્રેન, ફિલ્મ જગતના અનેક ટોચના એવોર્ડથી સન્માનિત થયા 2 - image


Google NewsGoogle News