યામી ગૌતમે પ્રતીક ગાંધી સાથે કોમેડી ફિલ્મ ધૂમધામનું શૂટિંગ શરુ કર્યું
- ફિલ્મ આ વર્ષે ઓટીટી પર રજૂ થશે
- એરેન્જ્ડ મેરેજ પરની કોમેડી હોવાથી લગ્ન વિષયક શૈલીમાં ફિલ્મની ઘોષણા કરાઈ
મુંબઈ: યામી ગૌતમે પ્રતીક ગાંધી સાથેની કોમેડી ફિલ્મ 'ધૂમધામ'નું શૂટિંગ ચાલુ કરી દીધું છે.
આ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર આ વર્ષે રજૂ કરાશે.
યામી ગૌતમે ગયાં વર્ષે એક સંતાનને જન્મ આપ્યા બાદ ફરીથી ફિલ્મોનું શૂટિંગ શરુ કર્યું છે અને તે સૌથી પહેલાં આ ફિલ્મના સેટ પર કામ કરી રહી છે. યામીનો પતિ આદિત્ય ધર જ આ ફિલ્મ બનાવી રહ્યો છે.
આ ફિલ્મ એરેન્જ્ડ મેરેજને લગતી કોમેડી ફિલ્મ છે. આથી તેની ઘોષણા પણ વર જોઈએ છીએ અને કન્યા જોઈએ છીએ એવી લગ્ન વિષયક જાહેરાતની થીમ સાથે કરવામાં આવી છે.