પિતાને નેશનલ એવોર્ડ મળતો જોઈ રડી પડી ગ્લેમરસ એક્ટ્રેસ, કહ્યું - 'મેં તમારો સંઘર્ષ જોયો છે...'
Yami Gautam Emotional Message For Father Mukesh Gautam: એક્ટ્રેસ યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમને નેશનલ એવોર્ડ મળ્યો છે. 8 ઓક્ટોબરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાયો હતો. અહીં ઘણાં દિગ્ગજ કલાકારોની વચ્ચે યામી ગૌતમના પિતાને પણ નેશનલ એવોર્ડથી સન્માનિત કરાયા. આ તેમની કારકિર્દીનો પહેલો નેશનલ એવોર્ડ છે. પિતાને આ એવોર્ડથી સન્માનિત થતા જોઈને યામી ગૌતમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. આ ઘટના પછી તેણે સોશિયલ મીડિયામાં એક એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
યામી ગૌતમના પિતાને મળ્યો નેશનલ એવોર્ડ
યામી ગૌતમે કારકિર્દીની શરૂઆત ટીવી શૉથી કરી હતી. બે સિરિયલો કર્યા બાદ તેણે ફિલ્મનો રાહ પકડ્યો અને તેમાં તેને સફળતા પણ મળી. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે યામી ગૌતમ ફિલ્મ મેકર મુકેશ ગૌતમની પુત્રી છે, જે 'અખિયાં ઉદિકડિયાં' અને 'નૂર' જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ અંગે યામી ગૌતમે સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી છે.
ઈમોશનલ થઈ યામી ગૌતમ
મુકેશ ગૌતમને 'બાગી દી ધી' માટે 70માં નેશનલ એવોર્ડમાં બેસ્ટ પંજાબી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ પ્રસંગે યામી ગૌતમ દિલ્હી નહોતી આવી શકી, પરંતુ પિતા માટે એક મેસેજ શેર કર્યો છે. તેણે લખ્યું કે, ‘આ ખૂબ જ ઈમોશનલ ક્ષણ છે. મારા પિતા મુકેશ ગૌતમને તેમની ફિલ્મ 'બાગી દી ધી' માટે દિગ્દર્શક તરીકે પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે. 'હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. મને મારા પિતા પર ખૂબ ગર્વ છે. મારા પિતાની અહીં સુધી પહોંચવાની સફર ખૂબ સંઘર્ષભરી રહી છે. મેં તમારો સંઘર્ષ જોયો છે, પરંતુ એ પછી પણ તમારું કામ પ્રત્યેનું પેશન ઓછું નથી થયું. પપ્પા, પરિવારને તમારા પર ગર્વ છે.’
મધરહૂડ એન્જોય કરી રહી છે યામી ગૌતમ
યામી ગૌતમે આ વર્ષે 10 મેના રોજ દીકરાને જન્મ આપ્યો છે. તેણે ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. બીજી તરફ ફિલ્મોની વાત કરીએ તો યામી 'આર્ટિકલ 370' અને 'કાબિલ' જેવી ફિલ્મો માટે જાણીતી છે.