Keratosis Pilaris: યામી ગૌતમને છે આ ગંભીર સ્કિનની બીમારી,જાણો તેના લક્ષણો અને ઉપાય
Yami Gautam Keratosis Pilaris: અભિનેત્રી યામી ગૌતમ કેરાટોસિસ પિલારિસ નામની બીમારીથી પીડિત છે. એકટ્રેસે થોડા સમય પહેલા આ માહિતી શેર કરી હતી. આ ત્વચાની સમસ્યા છે, જેને ઠીક થવામાં લાંબો સમય લાગે છે અથવા તો ઠીક પણ ન થાય. આ રોગમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે. તો જાણીએ આ રોગ શું છે અને તેમાં કઇ કઇ સમસ્યાઓ થાય છે.
કેરાટોસિસ પિલેરિસમાં શું સમસ્યાઓ થાય છે?
સ્કિનના ડિજીજના ડૉક્ટર કહે છે કે, કેરાટોસિસ પિલારિસ સ્કિનના વાળ અથવા રોમમાં કેરાટિન નામના પ્રોટીનની રચનાને કારણે થાય છે, જે રોમ છિદ્રોને બ્લોક કરે છે. આના કારણે કેરાટિનના સૌથી ઉપરના સ્તરને નુકસાન થાય છે, જેની અસર ત્વચા પર સ્પષ્ટપણે જોવા મળે છે. આ સમસ્યામાં ત્વચા ખરબચડી થઈ જાય છે, તેના પર ફોલ્લીઓ અને નાના પિમ્પલ્સ દેખાવા લાગે છે.આ પિંપલ્સ લાલ-ભુરા રંગની હોય છે.
કેરાટોસિસ પિલેરિસ કેટલું ગંભીર?
એક્સપર્ટનું કહેવુ છે કે, કેરાટોસિસ પિલેરિસ એ ગંભીર રોગ નથી. યોગ્ય સારવાર સાથે, ત્વચા પર દેખાતા પિમ્પલ્સને દબાવી શકાય છે. તેનાથી ખંજવાળ કે બળતરા જેવી સમસ્યા પણ થતી નથી. જો કે, તેને સાજા થવામાં ઘણો સમય લાગે છે. આ સમસ્યાને યોગ્ય સારવારથી નિયંત્રિત કરી શકાય છે.
કેરાટોસિસ પિલેરિસના લક્ષણો
- ત્વચા પર ફોલ્લીઓ
- પિમ્પલ્સ નજીક રેશેજડ્રાઇ
- શુષ્ક અને ખરબચડી ત્વચા
ઉપાય
1. હુંફાળા પાણીથી નહાવાથી છિદ્રો ખુલે છે.
2. લાંબા સમય સુધી સ્નાન કરવાનું ટાળો.
3. ન્હાતી વખતે શરીરને હળવા હાથે લૂફા
અથવા પ્યુમિસ સ્ટોનથી સાફ કરવાથી ડેડ સ્કિન નિકળી શકે છે.
4. સ્નાન કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની ખાતરી કરો.
5. ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો. આનાથી
ખંજવાળ અને રૈશેજ થઈ શકે છે.