પ્રેગ્નન્ટ છે અભિનેત્રી યામી ગૌતમ, બેબી બમ્પને છુપાવતો વીડિયો આવ્યો સામે

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News

પ્રેગ્નન્ટ છે અભિનેત્રી યામી ગૌતમ, બેબી બમ્પને છુપાવતો વીડિયો આવ્યો સામે 1 - image

નવી દિલ્હી,તા. 8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

યામી ગૌતમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. વિક્કી ડોનરથી લઈને ઉરી સુધી, તેણે દરેક ફિલ્મ અને પ્રોજેક્ટમાં પોતાના ઉત્તમ અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. અભિનેત્રીએ 2021 માં તેના ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકના નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા અને હવે આ દંપતી માટે ખૂબ જ સારા સમાચાર છે. બંને જલ્દી માતા-પિતા બનવાના છે.

મળતી માહિતી પ્રમાણે, બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં જ તેના પહેલા બાળકને જન્મ આપવાની છે. યામી ગૌતમે વર્ષ 2021માં ઉરી ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી આદિત્ય ધર અને યામી ગૌતમના ઘરે નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. જોકે આ ગુડ ન્યુઝ અંગે યામી ગૌતમ કે આદિત્ય ધર તરફથી કોઈપણ પ્રકારની પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યામી ગૌતમ પ્રેગ્નેન્ટ છે. 

વીડિયો વાયરલ

તાજેતરમાં યામી અને તેના પતિ આદિત્ય ધરને જોવામાં આવ્યા હતા અને જે વાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું તે એ હતું કે ,યામીએ તેના બ્રાઇટ પિંક આઉટફિટથી બેબી બમ્પને છુપાવી રહી છે તેવુ લાગી રહ્યું છે.  

સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, 'યામી અને ધર ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે કારણ કે હવે તે તેની આગામી થ્રિલરનું પ્રમોશન પણ કરશે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી ટૂંક સમયમાં શો આર્ટિકલ 370માં જોવા મળશે. થોડા સમય પહેલા તે અભિષેક બચ્ચન સાથે દસમીમાં જોવા મળી હતી.


Google NewsGoogle News