યામી ગૌતમ અને સની કૌશલ ચોર નીકલ કે ભાગાની સીકવલમાં દેખાશે
- કલાકારો અને દિગ્દર્શકની મૂળ ટીમ જ રીપિટ થશે
- શૂટિંગ આગામી મહિનાઓમાં શરુ થશે, ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ કરાશે
મુંબઇ : યામી ગૌતમ અને સની કૌશલ 'ચોર નીકલ કે ભાગા'ની સીકવલમાં દેખાશે. મૂળ ફિલ્મ ૨૦૨૩માં આવી હતી. તે જ ફિલ્મના લગભગ તમામ કલાકારો તથા અન્ય ક્રૂ પણ બીજા ભાગમાં રીપિટ થશે.
મૂળ ફિલ્મના અંતથી જ બીજા ભાગની શરૂઆત કરવામાં આવશે. શરદ કેલકર તથા ઈન્દ્રનીલ સેનગુપ્તા પણ પોતાની ભૂમિકામાં જ દેખાશે. અજય સિંહ જ ફરી ફિલ્મનું દિગ્દર્શન કરશે.
શૂટિંગ આગામી થોડા જ મહિનાઓમાં શરૂ થાય તેવી શક્યતા છે.
યામી ગૌતમ ૧૯૮૫ની શાહ બનો કેસ પરઆધારિત ફિલ્મમાં કામ કરવાની છે. તેનું શૂટિંગ પુરુ કરીને યામી ગૌૈતમ 'ચોર નિકલ કે ભાગા'ની સીકવલનું શૂટિંગ શરૂ કરશે.