Get The App

નામ લીધા વગર સંગીતા બિજલાણીએ સલમાનને 'એક્સપોઝ' કર્યો, ટૂંકા વસ્ત્રો પર જુઓ શું બોલી

Updated: Jan 1st, 2025


Google News
Google News
નામ લીધા વગર સંગીતા બિજલાણીએ સલમાનને 'એક્સપોઝ' કર્યો, ટૂંકા વસ્ત્રો પર જુઓ શું બોલી 1 - image


Image: Facebook

Sangeeta Bijlani Made a Shocking Revelation: સલમાન ખાનના ચાહકોને એક સવાલ હંમેશા રહે છે કે તે લગ્ન ક્યારે કરશે પરંતુ શું તમને ખબર છે કે તેના લગ્ન થતાં-થતાં રહી ગયા. જે યુવતી સાથે તે સાત ફેરા ફરવાનો હતો અને લગ્નના કાર્ડ પણ વહેંચાઈ ગયા હતા તે યુવતીનું નામ સંગીતા બિજલાણી છે. તાજેતરમાં જ એક શો ના સેટ પર એક્ટ્રેસે સલમાન ખાનને લઈને અમુક શોકિંગ ખુલાસા કર્યા છે. જોકે તેણે સલમાન ખાનનું નામ લીધું નથી પરંતુ ઈશારામાં તેણે પોતાના મનની વાત કહી દીધી. તેણે જણાવ્યું કે 'તે તેને કંટ્રોલ કરતો હતો.' 

તે મને કંટ્રોલ કરતો હતો

સંગીતા બિજલાણી એક શો ના લેટેસ્ટ પ્રોમોમાં નજર આવી. તેણે આ શો માં આવ્યા બાદ ખૂબ મસ્તી કરી અને પછી પોતાના જીવન સાથે જોડાયેલા અમુક ખુલાસા કર્યા. સંગીતાને સ્પર્ધકે પૂછ્યું કે તમારું જે કરિયર છે તેમાંથી તમે શું ચેન્જ કરવા ઈચ્છશો. તેની પર સંગીતા કહે છે કે 'જે હતો તે મારો એક્સ હતો. તે મને ખૂબ કંટ્રોલ કરતો હતો અને કહેતો હતો કે આ ન પહેરો, આવા વસ્ત્રો ન પહેરો, ટૂંકા વસ્ત્રો ના પહેરો.'

સલમાન ખાનનું નામ લીધું નહીં

સલમાન ખાનનું નામ લીધા વિના જ સંગીતાએ બધું કહી દીધું. જોકે જ્યારે તેણે કહ્યું કે 'તે મારો એક્સ હતો.' તેની પર તમામે ચોંકતા પૂછ્યું કે કોણ હતો તે? સંગીતાએ કહ્યું કે 'નામ લઈશ નહીં પરંતુ તે ખૂબ જ સ્ટ્રિક્ટ હતો. હું ટૂંકા વસ્ત્રો પહેરી શકતી નહોતી. મને મારી પસંદના વસ્ત્રો પહેરવાની પરવાનગી નહોતી. હું તે સમયે ખૂબ શરમાળ હતી.'

આ પણ વાંચો: તૃપ્તિ ડિમરી બોયફ્રેન્ડ સાથે ફિનલેન્ડમાં ન્યૂ યર એન્જોય કરવા પહોંચી

હવે હું સંપૂર્ણપણે બદલાઈ ગઈ છું

સંગીતા બિજલાણીએ કહ્યું 'જોકે હું પહેલા ખૂબ જ અલગ હતી પરંતુ હવે બદલાઈ ગઈ છું. હવે હું પૂરી ગુંડી છું. હું હંમેશાથી ખૂબ રિઝર્વ હતી પરંતુ હવે મે પોતાને બદલી દીધી છે. હું હવે તે જ છું જે હકીકતમાં છું.' તેણે શો માં જણાવી દીધું હતું કે તેનો અને સલમાનનો એક સંબંધ હતો જે બાદમાં તૂટી ગયો.

Tags :
Sangeeta-BijlaniSalman-KhanExposed

Google News
Google News