જો જોનાસથી અલગ થયાના ૩મહિનામાં જ સોફી ટર્નરે સગપણ કર્યું

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
જો જોનાસથી અલગ થયાના ૩મહિનામાં જ સોફી ટર્નરે સગપણ કર્યું 1 - image


- બીજી બાજુ જોનાસે પણ બ્યુટી ક્વીન સ્ટોર્મી બ્રી સાથેના સંબંધની પુષ્ટિ કરી

મુંબઇ : જો જોનાસ અને સોફી ટર્નરનાછુટાછેડા થઇ ગયાના ૩ મહિનામાં જ સોફીએ સગપણ કરી લીધું છે. જ્યારે જોનાસે પણ બ્યૂટી ક્વીન સાથેના સંબંધની પુષ્ટિ કરી છે. 

સોફી ટર્નર ગાલમાં હીથ્રો એરપોર્ટ પર સારા મૂડમાં જોવા મળી હતી. તેણે એન્ગેજમેન્ટવાળી આંગળી પર રિંગ પહેરી હતી. ૨૭ વર્ષીય અભિનેત્રી હાલ પેરેગ્રીન પિયર્સન સાથે સંબંધમાં છે. તે પોતાની રિંગ ફ્લોન્ટ કરતા પ્રસન્ન ચિત્તે હસતી જોવા મળી હતી. 

જ્યારે સોફીના એક્સ હસબન્ડ જો જોનાસે બ્યૂટી ક્વીન સ્ટોર્મી બ્રી સાથે ોતાના સંબંધની પુષ્ટિ કરી છે. વાયરલ થયેલી તસવીરમાં જોવા મળે છે કે, સોફીએ કાળારંગનો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો.સોફીના હાથમાં સગાઇની આંગળી પર રિંગ જોવા મળી હતી. જોકે સોફીએ સગપણ થયાની પુષ્ટિ કરી નથી. સોફીએ પેરેગ્રીન સાથેના પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યા છે. 

આ પેલા સોફીના એક્સ હસબન્ડ જો જોનાસ સુક્રવારે પોતાની નવી ગર્લફ્રેન્ડ સ્ટોર્મી સાથે જોવા મળ્ય ોહતો. કહેવાય છે કે, સોફી સાથેના તલાક દરમિયાન જોનાસે  સ્ટોર્મી સાથે એક રોમેન્ટિક ટ્રિપ કરી હતી. 


Google NewsGoogle News