શું વિરાટ-અનુષ્કાના પુત્ર અકાયને મળશે યુકેની નાગરિકતા, શું છે તેના નિયમ?
Anushka Sharma and Virat Kohli's son get which country's citizenship: બોલિવૂડ સ્ટાર્સ પોતે જેટલા ફેન્સ વચ્ચે પ્રખ્યાત હોય છે, તેનાથી વધારે લાઇમ લાઇટમાં તેમના બાળકો આવતા હોય છે. કોઇ પણ સેલિબ્રિટીના ઘરે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી તેની એક ઝલક જોવા માટે ફેન્સ અને મીડિયા કેમેરા રેડી કરીને જ જાણે બેઠાં હોય છે અને હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. હાલ અનુષ્કા અને વિરાટ બીજી વખત માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો. તેમના પુત્ર અકાયનો જન્મ લંડનમાં થયો હતો, તેથી ચર્ચા છે કે વિરાટ-અનુષ્કાના પુત્રને ભારતની નાગરિકતા મળશે કે યુકેની. તો ચાલો આજે જાણીએ કે UK માં નાગરિકતા એટલે કે UKના નાગરિક બનવા માટેના નિયમો શું છે.
યુકેમાં નાગરિકતા અંગે શું નિયમ છે?
અકાયનો જન્મ લંડનમાં થયો છે તેમજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ત્યાં પ્રોપર્ટી પણ છે. પરંતુ યુકેની નાગરિકતા મેળવવી એટલી સરળ પણ નથી. યુકેના નિયમો અનુસાર, ત્યાંની નાગરિકતા મેળવવા માટે, માતાપિતામાંથી કોઈ એક એટલે કે પિતા અથવા માતા યુકેનું નાગરિક હોવું જરૂરી છે. જો આવું ન હોય તો જો માતા-પિતા તે જગ્યાએ લાંબા સમયથી રહેતા હોય તો પણ તેમના બાળકને યુકેની નાગરિકતા મળી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સારી હોસ્પિટાલિટી કે સારી તબીબી સુવિધાઓ માટે યુકે જાય છે તો તેમને ત્યાની નાગરિકતા મળતી નથી. આથી અકાયને ભારતીય નાગરિકતા જ મળશે. જો કે તે ચોક્કસપણે યુકેનો પાસપોર્ટ મેળવી શકે છે.
નાગરિકતા માટે કેવી રીતે અરજી કરી શકાય?
યુકેમાં નાગરિકતા મેળવવાનો નિયમ એ છે કે વ્યક્તિએ માન્ય વિઝા પર પાંચ વર્ષ સુધી ત્યાં રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તે નાગરિકતા માટે અરજી કરી શકે છે. ત્યારબાદ તે વ્યક્તિને ત્યાં ઈંગ્લીશ અને સામાન્ય જ્ઞાનની એક ટેસ્ટ પાસ કરવી પડે છે. પરંતુ આ નિયમોમાં થોડા ફેરફાર થયા હોવાથી લોકો પાંચ વર્ષ માન્ય વિઝા પર યુકેમાં રહ્યા બાદ પણ અસ્થાયી નાગરિકતા મેળવે છે.
કાયમી નાગરિકા કઈ રીતે મળે?
જ્યારે કોઈને યુકેની કાયમી નાગરિકતા જોઈતી હોય તો તેણે ત્યાંની પોઈન્ટ સિસ્ટમમાંથી પસાર થવું પડશે. જેમાં તે વ્યક્તિને અલગ-અલગ મુદ્દાઓ પર કેટલાક પોઈન્ટ આપવામાં આવે છે. જો કે, જો તે કોઈ બાબતમાં નિષ્ફળ જાય તો તેના પોઈન્ટ્સ પણ કપાઈ જાય છે. આથી કાયમી નાગરિકતા મેળવવા માટે પોઈન્ટ નિયમમાં સફળ થવું જરૂરી છે.
આ પણ છે એક નિયમ
આ સિવાય યુકેની નાગરિકતા મેળવવા માટે વ્યક્તિએ યુકેની છોકરી કે છોકરા સાથે લગ્ન કરવાના રહે છે. તો પણ યુકેની કાયમી નાગરિકતા મળી શકે છે. જો કે આ બાબતે પણ અમુક નિયમો છે.