અફવાઓની વચ્ચે સ્ટાર સ્પિનર ચહલ અને ધનશ્રી છુટાછેડાં લેશે? સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો
Image Social Media |
Yuzvendra Chahal-Dhanashree Heading For Divorce: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર સ્ટાર સ્પિનર ચહલ તેની પત્ની ધનશ્રી વર્મા સાથે છુટાછેડાં લેવાની તૈયારી કરી રહ્યો છે. જોકે આ અટકળોને એટલે વેગ મળ્યો કેમ કે બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે અને ચહલે તો ફોટા પણ ડિલીટ કરી દીધાની ચર્ચા થઇ રહી છે. જોકે હજુ સુધી બંને તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: કાજોલ-શાહરુખનું એક ગીત શૂટ કરવા 3 કરોડ ખર્ચ્યા હતા મેકર્સે, વિમાનમાંથી બસ બનાવી હતી
ચહલ અને ધનશ્રી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી
ઇન્સ્ટાગ્રામ પર ચહલે તમામ તસવીરો હટાવી દીધી છે. તેમજ એકબીજાને અનફોલો કર્યા બાદ યુઝવેન્દ્રએ ધનશ્રી સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. જે બાદ ચાહકોને એવું લાગી રહ્યું છે કે, બંને એકબીજાથી અલગ થવા જઈ રહ્યા છે. બીજી તરફ છૂટાછેડાને લઈને હજુ સુધી ચહલ કે ધનશ્રી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
કપલના છૂટાછેડા થવાની અફવાઓ સાચી છે: સુત્રો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કપલના અલગ થવાની અફવાઓ સાચી છે. છૂટાછેડાની પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ થોડાક સમયમાં સત્તાવાર થઈ જશે. જો કે, છૂટાછેડાની કાર્યવાહી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. તેમજ બંનેના અલગ થવા પાછળનું કારણ પણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે, હવે બંનેએ અલગ અલગ રીતે તેમના જીવન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.