Get The App

ગોવિંદા શિવસેનામાં ટકશે? કોંગ્રેસમાંથી સાંસદ બન્યા બાદ બે હાથ જોડી રાજકારણને કહ્યું હતું અલવિદા

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
ગોવિંદા શિવસેનામાં ટકશે? કોંગ્રેસમાંથી સાંસદ બન્યા બાદ બે હાથ જોડી રાજકારણને કહ્યું હતું અલવિદા 1 - image


Image Source: Facebook

14 વર્ષનો રાજકીય વનવાસ પૂરો કરીને ગોવિંદાએ ફરીથી રાજકારણમાં એન્ટ્રી લીધી છે. છેલ્લી વખત તેણે 2004 ની લોકસભા ચૂંટણી જીતી હતી. હવે મહારાષ્ટ્રની એકનાથ શિંદેની શિવસેનામાં આવ્યા તો કહ્યું કે તે 14મી લોકસભા હતી. આ અદ્ભુત સંયોગ છે કે હવે 14 વર્ષ બાદ ફરીથી રાજકારણમાં આવ્યો છુ. ગયા વર્ષે કોંગ્રેસની ટિકિટ પર તેણે સંસદની સીડીઓ ચઢી હતી. જોકે 3-4 વર્ષમાં જ તેના રાજકારણથી મોહભંગ થવાની ખબર આવવા લાગી.

અમિતાભની જેમ છોડ્યુ રાજકારણ

એક્ટરથી સાંસદ બનેલા ગોવિંદાએ ત્યારે કહ્યુ હતુ કે તે અમિતાભ બચ્ચનની જેમ રાજકારણ છોડવા ઈચ્છે છે. મુંબઈ નોર્થથી જીતેલા ગોવિંદાના આ નિર્ણયે કોંગ્રેસને ચોંકાવી દીધી હતી. ત્યારે કોંગ્રેસી કાર્યકર્તા કહેતા હતા કે ગોવિંદાને ટિકિટ આપવાનો નિર્ણય જ ખોટો હતો. તેના પહેલા અલ્હાબાદથી સાંસદ બનેલા અમિતાભ બચ્ચને પણ ખૂબ જલ્દી રાજકારણને અલવિદા કહી દીધુ હતુ.

લોકપ્રિયતાના કારણે પાર્ટીઓ ફિલ્મી એક્ટરને રાજકારણમાં લઈને આવે છે પરંતુ અભિનેતા વધુ ફોકસ પોતાની એક્ટિંગ પર જ આપે છે. ફિલ્મો ન મળી રહી હોય તો અલગ વાત છે. છેલ્લા પાંચ વર્ષોમાં પણ ઘણી બોલિવૂડ હસ્તિઓએ સંસદમાં એન્ટ્રી લીધી પરંતુ તેમની ઉપસ્થિતિ ખૂબ ઓછી રહી. પાર્ટીઓને ફાયદો એ થાય છે કે મોટાથી મોટા નેતા ફિલ્મી એક્ટર્સની લોકપ્રિયતાની સામે ટકતા નથી.

ત્યારે કોંગ્રેસની ટિકિટ પર જીત્યો ગોવિંદા

છેલ્લી વખત મુંબઈ નોર્થથી ગોવિંદાએ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા. ત્યારે આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવતો હતો અને કોંગ્રેસની કોઈ હાજરી નહોતી પરંતુ ગોવિંદાની લોકપ્રિયતાની સામે નાઈક ટકી શક્યા નહીં. જોકે રાજકારણથી ગોવિંદા જ્યારે વિદાય થયો ત્યારે અમુક રોષે ભરાયેલા કોંગ્રેસીઓએ એ પણ કહી દીધુ કે એક્ટરનું ફિલ્મી કરિયર પડતી પર હતુ. દરમિયાન તે રાજકારણમાં પોતાની કિસ્મત અજમાવવા આવ્યા હતા.

ત્યારે ગોવિંદાએ રાજકારણ કેમ છોડ્યુ?

દરમિયાન પ્રશ્ન એ છે કે ત્યારે રાજકારણ છોડવાનું સાચુ કારણ શું હતુ અને હવે ગોવિંદાએ ફરીથી એન્ટ્રી કેમ લીધી. 7 વર્ષ પહેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે ગોવિંદાને પૂછવામાં આવ્યુ કે શું તેઓ રાજકારણમાં આવશે તો તેમણે હસતા કહ્યુ હતુ કે 'પ્રણામ હે ભૈયા ઔર અચ્છે સે પ્રણામ હૈ'. તે એટલા માટે કેમ કે હુ આ વિષયનો જાણકાર નથી. કેમ કે જ્યારે તમને જે વિષયનું જ્ઞાન ન હોય તેમાં તમારી હાજરી સારી નહીં.

હવે શિંદે સેનામાં આવ્યા બાદ ગોવિંદાએ રાજ્ય સરકારના સૌંદર્યીકરણ, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્ય ગણાવ્યા. ગત 10 વર્ષમાં પીએમ મોદીના કાર્યકાળના વખાણ કરતા તેણે મહારાષ્ટ્રમાં શિંદે સરકારના વખાણ કર્યા. 


Google NewsGoogle News