દીપિકા અને રણવીર સિંહ બનશે માતા-પિતા? એક્ટ્રેસની પ્રેગ્નેન્સી અંગે થઇ રહી છે ચર્ચા
Image Source: Twitter
મુંબઈ, તા. 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર
દીપિકા પાદુકોણની પ્રેગ્નેન્સીને લઈને સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ એક્ટ્રેસ BAFTAમાં નજર આવી. ત્યારથી તેમની પ્રેગ્નેન્સીની અટકળો લગાવાઈ રહી છે. કહેવાઈ રહ્યુ છે કે રણવીર સિંહ અને દીપિકાના ઘરે ટૂંક સમયમાં પારણુ બંધાવાનું છે. ઘણા રિપોર્ટ અનુસાર દીપિકાનો બીજો ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તે માતા બનશે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં જ દીપિકા અને રણવીરના નજીકનાએ તેમને આ વાતની જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે દીપિકા અને રણવીરે તેમને ગુડન્યૂઝ આપ્યા છે કે તેઓ ટૂંક સમયમાં પોતાના પ્રથમ બાળકનું વેલકમ કરશે. સૂત્રોએ જણાવ્યુ કે દીપિકાનો બીજો ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યો છે.
જોકે દીપિકાને સતત એક્ટિવ જોવામાં આવી રહી છે અને તેને જોઈને કહી શકાય નહીં કે તેનો બીજો ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યો છે. દરમિયાન તેમના BAFTA વાળા લુકને લઈને કહેવાઈ રહ્યુ છે કે એક્ટ્રેસનો બેબી બંપ જોવા મળી રહ્યો છે. હાલ રણવીર અને દીપિકાની તરફથી ગુડ ન્યૂઝને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી અને ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
દીપિકા અને રણવીર સિંહે વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં એક બીજાની સાથે લગ્ન કરી લીધા હતા. બંનેને એક સાથે 10 વર્ષ કરતા વધુ સમય થઈ ચૂક્યો છે. તેમની પહેલી મુલાકાત 2012માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલા દરમિયાન થઈ હતી જેમાં કપલે સાથે કામ કર્યુ હતુ. બંનેની જોડી અને કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
દીપિકા તાજેતરમાં જ આવેલી ફિલ્મ 'ફાઈટર'માં નજર આવી. રણવીર છેલ્લી વખત 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળ્યો. જે બાદ તે 'સિંઘમ 3' અને 'ડોન 3' માં નજર આવશે. દીપિકા પ્રભાસ સ્ટારર 'Kalki 2898 AD'માં જોવા મળશે. આ સાથે જ તે 'સિંઘમ 3' માં પણ નજર આવશે.