Get The App

પત્ની મીરાંને શાહીદ કપૂરની ઘણી આદતો પસંદ નથી, કહ્યું - મારા બાળકોને બગાડી રહ્યો છે

Updated: Nov 13th, 2024


Google News
Google News
પત્ની મીરાંને શાહીદ કપૂરની ઘણી આદતો પસંદ નથી, કહ્યું - મારા બાળકોને બગાડી રહ્યો છે 1 - image


Image: Facebook

Mira Rajput: અભિનેતા શાહિદ કપૂર બોલિવૂડના દમદાર અભિનેતા છે. અભિનય હોય કે નૃત્ય તે દરેક બાબતમાં પરફેક્ટ છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂરની જોડી પણ સુપરહિટ છે અને સમાચારોમાં રહે છે. હવે મીરા રાજપૂતે ખુલાસો કર્યો હતો કે, શાહિદ કપૂરની કઈ આદત છે જે તેને ઘણી પરેશાન કરે છે.  

એક ચેટ શૉમાં મીરા રાજપૂતે ખુલાસો કર્યો હતો કે, શાહિદની બર્ટિંગ (ઓડકાર)ની આદતથી પરેશાન છે. મીરા જ્યારે 21 વર્ષની હતી ત્યારે શાહિદ સાથે લગ્ન કર્યા હતા. મીરા કહે છે કે, શાહિદ બાળકોને બગાડે છે અને તેમને બહારની વસ્તુઓ ખવડાવે છે. બાળકોને બગાડવા સરળ છે. જ્યારે હું તેમને નિયંત્રણમાં રાખવા માંગુ છું. 

આ પણ વાંચો: ટ્રમ્પની બે મોઢાની વાતો: ગ્રેટ અમેરિકા બનાવવાના વાયદા કરી પડદા પાછળ ચીનથી સસ્તી વસ્તુઓ ખરીદી

જોકે મીરાએ એ પણ સ્વીકાર્યું હતું કે, શાહિદ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો બદલાઈ ગયો છે. મીરા કહે છે કે, બાળકના ઉછેર માટે આખા પરિવારની જરૃર છે, જેમાં દાદા-દાદી, કાકા-કાકી બધા હાજર રહે છે. મને સારી માતા બનવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. હું મારી જાતને આ મામલે કડક માનું છું. 

તમને જણાવી દઈએ કે વર્ષ 2015મા મીરા રાજપૂત અને શાહિદ કપૂરના લગ્ન થયા હતા. આ બન્ને બોલિવૂડના આદર્શ કપલમાંથી એક છે.

Tags :
Shahid-KapoorMira-RajputChildren

Google News
Google News