મુંબઇના રસ્તાઓ પર નશામાં ધૂત સની દેઓલના વાયરલ વીડિયોની શું છે સત્યતા?

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
મુંબઇના રસ્તાઓ પર નશામાં ધૂત સની દેઓલના વાયરલ વીડિયોની શું છે સત્યતા? 1 - image


નવી મુંબઇ,તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર 

બોલીવૂડના હિટ સ્ટાર ગણાતા સની દેઓલની ફિલ્મ ગદરની સક્સેસ બાદ એક્ટર ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવતી જોવા મળી હતી. હવે એક્ટરને ટ્રોલિંગનો શિકાર બનવુ પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સની દેઓલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે આ વીડિયોમાં? 

મળતી માહિતી પ્રમાણે સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. સની રોડ પર નશાની હાલતમાં ચાલી રહેલો જોઇ શકાય છે, ત્યારે અચાનક એક ઓટો ચાલક એક્ટરની મદદ માટે આવે છે અને તેમની પાસે આવીને સની દેઓલને પોતાની ઓટોમાં બેસાડી દે છે.

આ વિડીયો વાયરલ થતાની સાથે જ ચાહકો તેના પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ યુઝર્સે હવે આ માટે અભિનેતાને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, આ રીતે બીજેપી સાંસદ સાહેબ અને મોટા અભિનેતા સની દેઓલ દારૂના નશામાં રસ્તાઓ પર ફરે છે. આ સત્તાનો ઘમંડ છે કે, ગદર 2નો? 

શું છે વીડિયો પાછળની સત્યતા?

હવે જો આ વીડિયો પાછળના સાચા કારણ વિશે વાત કરીએ અથવા તો વીડિયોના સત્ય વિશે વાત કરીએ તો વીડિયોમાં માત્ર સની દેઓલ જ જોવા મળે છે, પરંતુ તે નશામાં નથી. તે તેની આગામી ફિલ્મ 'સફર'નું શૂટિંગ કરી રહ્યો છે.

જો તમે ધ્યાનથી જોશો તો સનીનો કેમેરો પણ ફરતો જોવા મળી રહ્યો છે, જેના દ્વારા તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે અને ઓટો પણ આ શૂટિંગનો એક ભાગ છે. ધ્યાનથી જોશો તો તમને તેના ચહેરા પર હળવું સ્મિત પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ઉદ્રાપુરકર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સનીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે ડ્રીંક નથી કરતો. આલ્કોહોલ આટલું કડવું છે અને તેમાંથી દુર્ગંધ આવે છે, માથું દુખવા લાગે છે તો શા માટે તેને પીવું જોઇએ? તેનો કોઈ અર્થ નથી, તેથી હું ક્યારેય પીતો નથી.”

મહત્વનું છેકે, થોડા સમય પહેલાં રાજકુમાર કોહલીની પ્રાર્થના સભામાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. પ્રાર્થના સભામાંથી સામે આવેલા વીડિયોમાં સની દેઓલ હસતો જોવા મળતા લોકોએ એક્ટરે ખૂબ ટ્રોલ કર્યો હતો.


Google NewsGoogle News