પ્રતિકે લગ્નમાં પિતા રાજ બબ્બરને કેમ ન બોલાવ્યા? પત્નીએ કહ્યું- જેમની જરૂર હતી એ બધા હાજર હતા
Image: Facebook
Prateik Babbar Priya Banerjee Wedding: તાજેતરમાં હિન્દી સિનેમાની દિગ્ગજ દિવંગત એક્ટ્રેસ સ્મિતા પાટીલના પુત્ર પ્રતીક બબ્બરે લાંબા સમય સુધી પોતાની લેડીલવ પ્રિયા બેનર્જીને ડેટ કર્યાં બાદ પોતાની માતાના ઘરે ઈન્ટીમેટ વેડિંગ કર્યાં. તેણે પોતાના લગ્નની અમુક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. જ્યાં તેના ચાહકો તેને ખૂબ શુભકામનાઓ આપી રહ્યાં છે. તેના લગ્નમાં કેટલાક નજીકના મિત્રોની સાથે-સાથે પ્રિયાના પરિવારજનો સામેલ થયા.
જોકે, સૌથી વધુ ધ્યાન એ વાતે ખેંચ્યુ કે તેમના લગ્નમાં રાજ બબ્બર કે તેના પરિવારથી કોઈ પણ સભ્ય નજર આવ્યુ નહીં. આર્ય અને જૂહી બબ્બરે ઈન્ટરવ્યૂમાં એ વાતને લઈને દુ:ખ પણ વ્યક્ત કર્યું કે પરિવાર હોવા છતાં તેણે કોઈને બોલાવ્યા નહીં. હવે આ સમગ્ર મામલે પ્રતીક બબ્બરની પત્ની પ્રિયા બેનર્જીએ પોતાના ઈન્ટરવ્યૂમાં વાત કરી અને જણાવ્યું કે આખરે શા માટે રાજ બબ્બર અને તેના પરિવારને બોલાવવામાં આવ્યો નહીં?
આ પણ વાંચો: ક્રિતી લગ્નની તારીખ નક્કી કરવા કબીરના ઘરે દિલ્હી પહોંચી
પ્રતીક સાથે લગ્ન પર પ્રિયાનું નિવેદન
પ્રિયાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે લગ્ન બાદ અમારા સંબંધમાં કોઈ ફરક પડ્યો નહીં કેમ કે અમે પાંચ વર્ષથી એકબીજા સાથે છીએ. ઈમાનદારીથી કહું તો પ્રતીક સાથે લગ્ન કર્યા બાદ પણ પહેલા જેવું જ લાગે છે. અમે ઘણા સમયથી એક સાથે છીએ અને એક જ છત નીચે રહેતાં આવ્યા છીએ. મને લાગે છે કે હું તેને હંમેશાથી જાણું છું. કંઈ પણ બદલવા જેવું લાગતું નથી. પ્રતીક બબ્બરે પણ આ વિશે વાત કરતાં કહ્યું, 'એવું લાગે છે જાણે હું કામ હજારમી વખત કરી રહ્યો છું.'
રાજ, આર્ય, જૂહી બબ્બરની ગેરહાજરી
આ એક વધુ જીવન, એક વધુ યુનિવર્સ છે. મને લાગે છે કે જેવી રીતે દરેક જીવનમાં હું તેની સાથે લગ્ન કરું છું અને આ એક વધુ વખત છે અને ઘણા બધાં લગ્નો હજુ થશે. પ્રિયાએ લગ્નમાં પ્રતીકના પિતા રાજ બબ્બર અને તેના ભાઈ-બહેન આર્યા અને જુહીની ગેરહાજરી પર ઉઠી રહેલી અફવાઓ અંગે કહ્યું, 'લગ્ન કે અમારા સેલિબ્રેશનમાં પરિવારનો કોઈ પણ સભ્ય ગાયબ નહોતો. હું નથી જાણતી શા માટે એ અફવાઓ ફેલાઈ રહી છે કે પરિવારના સભ્ય નહોતાં.'
અમારા પરિવારજનો હાજર હતાં
અમારા પરિવારના તમામ લોકો હાજર હતાં. જેમાં મારા માતા-પિતા, પ્રતીકના કાકા-કાકી, નાના-નાની અને તે તમામ લોકો જે પરિવારમાં મહત્ત્વના છે, તે તમામ ત્યાં હતાં. તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે પ્રતીક અને પ્રિયાના લગ્નમાં દરેકનો પ્રેમ અને આશીર્વાદ હતાં અને દરેક તે વ્યક્તિ હાજર હતાં જે તેમના માટે મહત્ત્વના હતાં. આ એક ખૂબ ખાસ અને પ્રાઈવેટ સેરેમની હતી, જે બંનેના સંબંધ માટે એક નવી શરૂઆતનું પ્રતીક છે.