કરિશ્મા અને અભિષેકની સગાઇ કેમ તૂટી હતી? ઐશ્વર્યા જ શા માટે બની બચ્ચન પરિવારની વહુ?

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
કરિશ્મા અને અભિષેકની સગાઇ કેમ તૂટી હતી? ઐશ્વર્યા જ શા માટે બની બચ્ચન પરિવારની વહુ? 1 - image


Image:X

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની જોડી બૉલીવુડની સૌથી ચર્ચિત જોડીમાંથી એક છે. આ જગજાહિર છે કે, ઐશ્વર્યા અભિષેકનો પહેલો પ્રેમ નથી. પરંતુ અભિષેક કરિશ્મા કપૂર સાથે પ્રેમમાં હતો. 

હવે થોડા સમયથી કરિશ્મા કપૂર ચર્ચામાં છે. એક ભૂતકાળની ઘટના અંગે મીડિયામાં ચર્ચા થઇ રહી છે. જયા બચ્ચને પણ કરિશ્મા કપૂરને પોતાની વહુ કહીને મીડિયા સમક્ષ રજૂ કરી હતી. અભિષેક અને કરિશ્મા પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા, પરંતુ સગાઈના ચાર મહિના પછી આ સંબંધ તૂટી ગયો. 

વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'હા મેને ભી પ્યાર કિયા' દરમિયાન અભિષેક અને કરિશ્મા કપૂર એકબીજાની નજીક આવ્યા હતા. જો કે બંને એક બીજાને બાળપણથી જાણતા હતા.

પરિવારના લોકોને પણ કરિશ્મા અને અભિષેકના પ્રેમની જાણ હતી તેથી તેઓ પણ ઇચ્છતા હતા કે બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાય જાય. તેથી પરિવારની મંજૂરીથી બંનેની સગાઇ પણ થઇ. આ સગાઇ વર્ષ 2002માં અમિતાભ બચ્ચનના જન્મદિવસે થઇ હતી. 

મારા માટે બચ્ચન પરિવારથી બેસ્ટ કોઇ હોઇ ના શકે: કરિશ્મા કપૂર 

કરિશ્મા અને અભિષેકની સગાઇ કેમ તૂટી હતી? ઐશ્વર્યા જ શા માટે બની બચ્ચન પરિવારની વહુ? 2 - image

એકટ્રેસ કરિશ્મા કપૂર પણ બચ્ચન પરિવારની વહુ બનવાને લઈને ઉત્સાહિત હતી અને તેણીએ એક જૂના ઈન્ટરવ્યૂમાં કર્યું હતું કે, “અભિષેક મારા માટે પરફેક્ટ પાર્ટનર છે. હું બચ્ચન પરિવારની વહુ બનીને ખુશ છું. મારા માટે બચ્ચન પરિવારથી સારો પરિવાર ન હોઈ શકે”

કરિશ્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અભિષેકે તેને અચાનક ડાયમંડની વીંટી આપીને પ્રપોઝ કર્યું હતું અને તે કંઈ કરી શકી નહોતી.

આ સગાઇ તોડવાનુ કારણ આખરે શું હતુ? 

રિપોર્ટ્સમાં કરિશ્મા-અભિષેકની સગાઈ તૂટવાનું કારણ કરિશ્માની માતા હોવાનું કહેવાય છે. કેટલાકે દાવો કર્યો હતો કે, બચ્ચન પરિવાર અને કપૂર પરિવાર વચ્ચેના એગ્રિમેન્ટને કારણે સગાઈ તૂટી હતી.

કરિશ્મા અને અભિષેકની સગાઇ કેમ તૂટી હતી? ઐશ્વર્યા જ શા માટે બની બચ્ચન પરિવારની વહુ? 3 - image

એક ઈન્ટરનેશનલ મેગેઝિનને જયા બચ્ચનને પૂછ્યું કે શું અભિષેક- કરિશ્માની સગાઈ સંસ્કારોને કારણે તૂટી ગઈ છે. ત્યારે તેઓએ કહ્યું કે, કરિશ્મામાં! કપુરીના જીન્સ અને લોહી છે. પરિવારને દોષ ન આપી શકો.

કરિશ્મા અને અભિષેકની સગાઇ કેમ તૂટી હતી? ઐશ્વર્યા જ શા માટે બની બચ્ચન પરિવારની વહુ? 4 - image

જયાએ વધુમાં કહ્યું હતુ કે, હું મારા દીકરાના એક એવી છોકરી સાથે લગ્ન કરાવવા ઈચ્છતી હતી, જેમાં સંસ્કારો હોય અને પરિવારને સંભાળી શકે.

તો બીજી તરફ 2003માં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન વધુ ચાલ્યા નહી. કરિશ્માએ લગ્નના 10 વર્ષ બાદ 2013માં સંજયથી તલાક લીધા. હવે એના બે બાળક સમાયરા અને કિયાન પણ છે. જ્યારે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007મા થયા હતા અને તેઓની પુત્રી આરાધ્યા છે.


Google NewsGoogle News