કંગના રણૌતે શાહરુખ ખાનના પુત્ર આર્યનના કેમ કર્યા વખાણ? કરણ જોહરે પણ પાઠવ્યા અભિનંદન
Image: Facebook
Kangana Ranaut Praises Aryan Khan: બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના પુત્ર આર્યનના ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સીરિઝની જાહેરાત કરી દેવાઈ છે, જે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને સંભાળ્યું, જેની કહાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. રેડ ચિલીઝ અને નેટફ્લિક્સે આ સીરિઝ માટે હાથ મિલાવ્યો છે અને જાહેરાત લોસ એન્જેલસની એક ઈવેન્ટમાં કરી. હવે આની પર કંગના રણૌતે પ્રતિક્રિયા આપી છે.
આર્યન ખાનના ડાયરેક્શનમાં બનેલી સીરિઝ 'સ્ટારડમ 2025' માં રિલીઝ થશે. તેનું લેખન પણ કિંગ ખાનના પુત્રએ કર્યું છે. ઓટીટી પ્લેટફોર્મથી લઈને શાહરુખે તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. હવે કંગના રણૌતે લાંબી પોસ્ટ કરીને રિએક્ટ કર્યું છે. તેણે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આર્યને અન્ય સ્ટારકિડ્સની જેમ સરળ રસ્તો અપનાવ્યો નહીં.
કંગના રણૌતે આર્યન ખાન માટે લખી પોસ્ટ
કંગના રણૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, 'આ સારી વાત છે કે ફિલ્મી ફેમિલીના બાળકો માત્ર મેકઅપ કરવા, વજન ઘટાડવા અને પછી સારા દેખાવા માટે અને પોતાને એક્ટર સમજવાની ઈચ્છામાં આગળ વધી રહ્યાં છે. આપણે સૌ એ મળીને ભારતીય સિનેમાને આગળ વધારવું જોઈએ. સમયની આ માગ છે કેમ કે જેની પાસે સંસાધન હોય છે તે ઘણી વખત સૌથી સરળ રસ્તા અપનાવે છે. આપણે હજુ વધુ લોકોની જરૂર છે જે કેમેરાની પાછળ હોય. સારી વાત છે કે આર્યને આ રસ્તો અપનાવ્યો. ફિલ્મમેકર અને રાઈટર તરીકે તેના ડેબ્યૂને જોવાની રાહ જોઈશું.'
આ પણ વાંચો: રૂ. આઠ કરોડને પાર થઈ 'સાબરમતી રિપોર્ટ'ની કમાણી, સિંઘમ અગેન અને ભૂલ ભૂલૈયા 3 વચ્ચે જોરદાર ટક્કર
સુહાના ખાન અને શાહરુખ ખાને આપી શુભકામનાઓ
શાહરુખ ખાને એક્સ પર એક પોસ્ટની સાથે આર્યનના ડાયરેક્ટર તરીકે ડેબ્યૂની જાહેરાત કરી. તેણે કહ્યું કે દર્શકોને આ નવી કહાની જોવા મળશે. રેડ ચિલીઝ અને આર્યન ખાન, નેટફ્લિક્સ પર પોતાની નવી સીરિઝ લઈને આવી રહ્યા છે. તેણે આર્યનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે આ રીતે આગળ વધે અને દર્શકોને એન્ટરટેઈન કરે. બહેન સુહાનાએ પણ ભાઈને શુભકામના આપી લખ્યું, 'ખૂબ હાસ્ય, ડ્રામા, એક્શન અને થોડી તકલીફ- જેવું કે હંમેશા તારી સાથે હોય છે આર્યન. હું હવે વધુ રાહ જોઈ શકતી નથી. મને તારી પર ગર્વ છે.'