બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને માત્ર ત્રણ જ વર્ષમાં કેમ છોડવું પડ્યું હતું રાજકારણ?
Image: Facebook
Amitabh Bachchan: લોકતંત્રનું મહાપર્વ એટલે કે ચૂંટણી ચાલુ છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મે એ વોટિંગ થયું. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ વોટિંગ આસામમાં 81.61 ટકા થયુ. આસામમાં વોટિંગથી અમિતાભ બચ્ચનનો એક કિસ્સો યાદ આવે છે, જ્યારે બિગ બી રાજકારણમાં આવ્યા બાદ તેનાથી દૂર થઈ ગયો હતો અને તે બાદ ક્યારેય રાજકારણમાં જોડાયો નહીં.
મિત્ર માટે મેદાનમાં આવ્યો અમિતાભ
81 વર્ષના અમિતાભને સદીના મહાનાયક કહેવામાં આવે છે. તે આજે પણ એટલી જ એનર્જીથી કામ કરે છે જેટલા ઉત્સાહથી કોઈ યુવાન કામ કરે છે. પાંચ દાયકાથી વધુના પોતાના કરિયરમાં અમિતાભ બચ્ચન પોતાના ચાહકોનું દિલ જીતી ચૂક્યો છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે બિગ બી ના પ્રત્યે લોકોનો પ્રેમ ઓછો થવા લાગ્યો હતો અને તે સમય હતો જ્યારે અમિતાભ ફિલ્મોના બદલે રાજકારણમાં સક્રિય થઈ ગયો હતો. ગાંધી પરિવાર સાથે બચ્ચન પરિવારના જૂના અને સારા સંબંધ રહ્યા છે. રાજીવ ગાંધી તેમના પારિવારિક મિત્ર હતા અને મિત્રના સપોર્ટમાં તે મેદાનમાં ઉતર્યા હતા.
બોફોર્સના કારણે પણ છોડ્યું રાજકારણ
8મી લોકસભા ચૂંટણીના સમયમાં અમિતાભ બચ્ચનના પક્ષમાં 68 ટકા વોટિંગ થયું અને તે ચૂંટણી જીતી ગયો હતો. જોકે અમિતાભનું નામ બોફોર્સ કૌભાંડમાં આવ્યું હતું, તે બાદ તેણે જુલાઈ 1987માં રાજકારણને અલવિદા કહી દીધું હતું. જોકે અમિતાભનું રાજકારણ છોડવાનું આ એકમાત્ર કારણ નહોતું. આસામમાં એક નાની ઘટના ઘટી હતી, જેણે અમિતાભ બચ્ચનને વિચારવા પર મજબૂર કરી દીધો અને તેણે રાજકારણ છોડી દીધું. આ વાતનો ઉલ્લેખ પોતે અમિતાભે પોતાના બ્લોગમાં કર્યો હતો.
આસામમાં ખોટી જગ્યાએ પ્લેન ઉતારવું પડ્યું
અમિતાભે જણાવ્યું કે આસામમાં કોંગ્રેસ માટે પ્રચાર કરતી વખતે એક ખોટા નિર્ણયના કારણે તેના હેલિકોપ્ટરને ખોટા સ્થળે ઉતારવું પડ્યું. આ વિપક્ષનું કામ હતું. ત્યાં એક રિએક્શન થયું અને પાયલટે તાત્કાલિક એગ્ઝિટ કરી દીધું. આ દરમિયાન એક વિદ્યાર્થી સુરક્ષા કોરિડોર તોડીને તેની પાસે આવ્યો અને તેણે બિગ બી ને એક કાગળનો ટુકડો આપ્યો, જેની પર કંઈક લખ્યું હતું.
પેપર પર વિદ્યાર્થીએ શું લખ્યું હતું?
વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલા તે પેપર પર લખ્યુ હતુ, 'મિસ્ટર બચ્ચન હુ તમારો મોટો ફેન છુ, પરંતુ હુ વિપક્ષની સાથે છુ. પ્લીઝ તમે આ રાજ્ય છોડી દો. તમે મારા માટે જીવનને અઘરુ બનાવી રહ્યા છે, હુ બે ઈચ્છાઓ વચ્ચે ફસાઈ ગયો છુ, વિદ્યાર્થીની આ ભાવુક અપીલે અમિતાભ બચ્ચનને વિચારવા પર મજબૂર કરી દીધો. આ જ કારણ હતું કે તેણે રાજકારણ છોડી દીધુ.
ભાવનાત્મક રીતે લેવામાં આવ્યો હતો આ નિર્ણય
અમિતાભે રાજકારણ છોડવાને લઈને કહ્યું, હુ રાજનેતા નહોતો અને રાજકારણમાં આવવાનો મારો નિર્ણય ભાવનાત્મક હતો. રાજીવ ગાંધી અને અમારા પરિવારની મિત્રતા રહી છે. આ કારણથી હુ મિત્ર માટે રાજકારણમાં ઉતર્યો હતો. હું નવો શીખેલો હતો અને તેના લાયક નહોતો. તેથી માત્ર 3 વર્ષમાં રાજકારણ છોડી દીધું હતું.