લાઇમલાઇટથી કેમ દૂર રહે છે દેઓલ પરિવારની મહિલાઓ? અભય દેઓલે કહ્યું- 'કામ કરે છે, પણ ફિલ્મોમાં નહીં'
Deol Family And LimeLight: બોલીવૂડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું નામ જ પૂરતું છે. એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેમણે ધર્મેન્દ્રનું નામ ન સાંભળ્યું હોય. તેમના બન્ને દીકરા, સની દેઓલ અને બોબી દેઓલ, પણ લોકપ્રિય છે. સની દેઓલ તેના ઢાઈ કિલોના હાથ માટે અને 'ગદર'માં હેન્ડ પંપ ઉખાડવા માટે જાણીતો છે. બોબી દેઓલને પણ વેબ શો 'આશ્રમ' બાદ ઘણો પ્રેમ મળ્યો છે, પરંતુ રણબીર કપૂરની 'એનિમલ' બાદ તેને લોર્ડ બોબી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તેઓ બન્ને આજે પણ બોલીવૂડમાં હિટ ફિલ્મો આપી રહ્યા છે, પણ ધર્મેન્દ્રની ફેમિલીની મહિલાઓ ફિલ્મોથી દૂર છે.
લાઇમલાઇટથી દૂર
હેમા માલિનીની બન્ને દીકરીઓ ફિલ્મોમાં નથી જોવા મળતી. તેમ જ સની દેઓલ અને બોબી દેઓલની પત્નીઓ પણ લાઇમલાઇટથી દૂર રહે છે. ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર અને તેમની દીકરીઓ, વિજેયતા અને અજીતા, પણ લાઇમલાઇટથી દૂર રહે છે. તેઓ લાઇમલાઇટથી એટલી દૂર છે કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ પ્રાઇવેટ છે.
અભય દેઓલનો ખુલાસો
ઘણા લોકોને સવાલ થાય છે કે દેઓલ ફેમિલીની મહિલાઓ શોબિઝનેસથી કેમ દૂર રહે છે. અભય દેઓલે આ બાબતે જવાબ આપ્યો છે. ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં અભય દેઓલે કહ્યું હતું કે, 'તેમને કામ કરવાની પરવાનગી તો છે, પરંતુ ફિલ્મોમાં નહીં. અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે અમારું ફેમિલી ખૂબ જ રૂઢિચુસ્ત હતું. અમે એક જ્વોઇન્ટ ફેમિલીમાં હતા અને ઘરમાં સાત બાળકો હતા. ફિલ્મોથી હું બાળપણથી જ જોડાયેલો છું અને એ મારા પિતા અને કાકા કારણે. તેઓ એક સામાન્ય ફેમિલી અને ગામથી આવ્યા હતા. તેમના માટે આ મોટું શહેર અને ગ્લેમરની દુનિયા ખૂબ જ અલગ હતી.'
નાના શહેરના મુલ્યો
અભય દેઓલના પિતા અને ધર્મેન્દ્ર તેમના નાના શહેરની માન્યતાઓને જીવંત રાખવા માગતા હતા. અભય દેઓલે કહ્યું હતું કે, 'પપ્પા અને કાકા તેમના નાના શહેરના મુલ્યો અને માન્યતાઓ જીવંત રાખવા માગતા હતા. એ સમયે મને સમજમાં આવતું નહોતું કે અમને ફિલ્મી પાર્ટીઓમાં જવા માટે રોકવામાં આવતું હતું અને ઇન્ડસ્ટ્રીના અન્ય બાળકો સાથે કેમ નહોતા મળવા દેવામાં આવતા. તેઓ અમારો સારી રીતે ઉછેર કરવા માગતા હતા અને અમને દરેક વસ્તુથી દૂર રાખી અમને પ્રોટેક્ટ કરતા, પણ એ વખતે મને સમજમાં નહોતું આવતું.'
વકીલ બનવાની ઇચ્છા
અભય દેઓલ કહે છે, 'હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો એનાથી મારી ફેમિલીને આશ્ચર્ય નહોતું થયું કારણ કે તેઓને પહેલેથી ખબર હતી કે મને એક્ટર બનવું છે અથવા તો વકીલ. તમે બોબી દેઓલ અથવા તો સની દેઓલને પૂછો તો તેઓ કહેશે કે હું હંમેશાં દલીલ કરતો રહું છું. હું ડાબા હાથથી ક્રિકેટ રમતો હતો અને મને જમણે હાથથી રમાવા મજબૂર કરવાયા. આ બાબતે મેં ઘણાં સવાલો કર્યાં હતાં. મેં મારી કરિયરની શરૂઆતમાં જે ફિલ્મો પસંદ કરી હતી એનાથી તેઓ ખૂબ જ પરેશાન હતા. તેમણે મારી પહેલી ફિલ્મ 'સોચા ના થા'ને ફંડિંગ કર્યુ અને એનાથી તેઓ ફક્ત સહમત હતા.'
ફિલ્મો અંગેની સમસ્યા
અભય દેઓલે કહ્યું હતું કે, 'મારી 'મનોરમા' અને 'એક ચાલીસ કી લાસ્ટ લોકલ'ની પસંદગી સાથે, અને પછી 'દેવ ડી' અને 'ઓયે લકી લકી ઓયે'ની પસંદગી સાથે તેઓને સમાધાન કરવું પડ્યું. તેઓ ઈચ્છતા નહોતા કે હું ખોટા માર્ગે જાઉં, એ માટે તેઓ પરેશાન રહેતા. મારા પિતા 'મનોરમા'ને લઈને ખૂબ જ પરેશાન હતા કારણ કે તે ભાષા એ નહોતી જે તેઓ સમજતા. આ સાથે જ તેમણે કોઈ બદલાવ થતો નથી જોયો.