હુમલા બાદ સૈફ અલી લોહીલુહાણ હતો, કાર પણ તૈયાર નહોતી તો રીક્ષામાં લઈને ગયો ઈબ્રાહીમ
Image: Facebook
Saif Ali Khan Knife Attack: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મોડીરાત્રે થયેલા હુમલા બાદ ઈજાગ્રસ્ત ખાનને તેનો મોટો પુત્ર ઈબ્રાહિમ રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો. ઈબ્રાહિમને તાત્કાલિક ધોરણે કાર ન મળતાં તે રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો. લીલાવતી હોસ્પિટલ ખાનના બાંદ્રા ઘરથી બે કિમી દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા બાદ સૈફનો મોટો પુત્ર ઈબ્રાહમ, સિક્યોરિટી ગાર્ડ અને તેમનો ડ્રાઈવર તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા.
ચોરીના બહાને આવ્યો હતો આરોપી
સૈફ અલી ખાનના ઘરે મોડી રાત્રે ચોર ઘૂસી આવ્યો હતો, તેણે સૈફ અને તેની નોકરાણી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં સેૈફને ચપ્પાના છ ઘા માર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે. જો કે, હજી સુધી તેની વિગતો જાહેર થઈ નથી. પોલીસે સીસીટીવીના આધારે ચોરની ભાળ મેળવી હતી.
આ પણ વાંચો: નોકરાણી સાથે ઝઘડી રહેલા ચોરને રોકવા ગયો અને..' સૈફ પર હુમલા અંગે મુંબઈ પોલીસનું નિવેદન
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિતે આપી માહિતી
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેદામે કહ્યું કે સૈફ અલી ખાન પર રાતના 2 વાગ્યાની આજુબાજુ ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાળકોના રૂમમાં બની હતી. સૈફ અલી બાંદ્રામાં પરિવાર સાથે રહે છે અને તેમનું એપાર્ટમેન્ટ સાતમા માળે છે. અમે આ મામલે સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહિલા કર્મીને પણ હુમલા વખતે ઈજા થઇ હતી.