Get The App

બોલિવૂડમાંથી કમાય છે કરોડો, ગરીબોની કરે છે મદદ: જાણો છે સ્મૃતિ મંધાનાનો બૉયફ્રેન્ડ પલાશ મુચ્છળ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
બોલિવૂડમાંથી કમાય છે કરોડો, ગરીબોની કરે છે મદદ: જાણો છે સ્મૃતિ મંધાનાનો બૉયફ્રેન્ડ પલાશ મુચ્છળ 1 - image
Image Social Media


Smriti Mandhana Boyfriend Palash Muchhal: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની બે તસવીરો હાલ જોરદાર વાયરલ થઈ રહી છે. હકીકતમાં સ્મૃતિ અને તેનો બોયફ્રેન્ડ પલાશ મુછલ તેમની રિલેશનશિપને 5 વર્ષ પૂરા થતાં કેક કાપતા જોવા મળી રહ્યા છે. ઈન્ટાગ્રામ પર પલાશે આ 2 તસવીરો શેર કરી છે, પલાશની બહેન પલક અને સ્મૃતિએ આ ફોટા પર કોમેન્ટ કરી પ્રતિક્રિયા પણ આપી છે. જો કે, હજુ સુધી સ્મૃતિએ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી. પરંતુ પલાશ સ્મૃતિનો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે. સ્મૃતિએ કોમેન્ટ સેક્શનમાં 3 હાર્ટ ઇમોજી શેર કરીને તેના રિલેશનશિપ અફવાઓને વેગ આપ્યો છે.

શું કરે છે સ્મૃતિ મંધાનાનો બોયફ્રેન્ડ

સ્મૃતિ મંધાનાના બોયફ્રેન્ડ પલાશના જન્મ વિશે વાત કરીએ તો તેનો જન્મ મે 1995માં થયો હતો અને તે મધ્યપ્રદેશના ઈન્દોરથી આવે છે. પલાશ વર્ષ 2006માં મુંબઈ આવ્યો હતો અને શરૂઆતમાં એક એક્ટર તરીકે કેટલીક જાહેરાતો શૂટ કરીને કમાણી કરતો હતો. પલાશ અને તેની મોટી બહેન પલક પણ ગરીબ બાળકો માટે ભંડોળ ઊભું કરવા સમગ્ર ભારતમાં સ્ટેજ શો કરે છે. પલાશની પહેલી ફિલ્મનું નામ ઢિશ્કિયાઉં હતું. જે 2013માં રિલીઝ થઈ હતી. આ સિવાય તેણે કેટલીક ફિલ્મો અને સિરીઝમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને સૌથી વધારે ઓળખ સંગીતકાર તરીકેની મળી છે. 

એક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં પલાશે ટી-સિરીઝ, ઝી મ્યુઝિક અને પાલ મ્યુઝિક માટે 40 થી વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુક્યો છે. આ ઉપરાંત 'રિક્ષા' નામની વેબ સિરીઝનું નિર્દેશન કર્યું છે. તેમજ હાલમાં 'ARDH' નામની ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે, જેમાં રાજપાલ યાદવ પણ કામ કરી રહ્યા છે. 


Google NewsGoogle News